
પોરબંદર, 02 જૂન (હિ.સ.) સામાન્ય રીતે નશો કરેલ લોકો પોલીસ થી દુર ભાગતા હોય છે.પરંતુ પોરબંદરમાં એક અજીબ અને હાસ્યાસ્પદ કિશો સામે આવ્યો છે.જેમાં બે શખ્સો નશો કરેલ હાલત માં પોલીસ સ્ટેશને ઘૂસી ગયા હતા.
પોરબંદરના ખારવાવાડ મોટા રામદેવપીર પાસે રહેતા ચેતન રમેશ ગોહેલ અને ચેતન રમેશ ગોહેલ નામના શખ્સો કાયદેસરની પરવાનગી વગર કેફી પીણું (દારૂ) પીધેલી હાલતમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર રહેલા પીએસઓને તેની હાલત શંકાસ્પદ લાગતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસ દ્વારા તેની સામે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya