માતાના સંઘર્ષ અને મહેનતના બળે ઉદવાડાના આશિષ હળપતિએ લખી સફળતાની ગાથા
ઉદવાડા, 02 જૂન (હિ.સ.) ઉદવાડાના યુવા ઉદ્યોગસાહસિક આશિષ હળપતિએ માતાના સંઘર્ષ અને પોતાની અડગ મહેનતના બળે સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતાં આશિષે સરકારી યોજનાઓનો લાભ લઈ માત્ર ૧૮૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફૂડ સ્ટાર્ટઅપની
આશિષ હળપતિએ લખી સફળતાની ગાથા


ઉદવાડા, 02 જૂન (હિ.સ.) ઉદવાડાના યુવા ઉદ્યોગસાહસિક આશિષ હળપતિએ માતાના સંઘર્ષ અને પોતાની અડગ મહેનતના બળે સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતાં આશિષે સરકારી યોજનાઓનો લાભ લઈ માત્ર ૧૮૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફૂડ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી, જે આજે વાર્ષિક રૂ. ૫.૫૦ કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયું છે.

મર્યાદિત સંસાધનો અને અનેક પડકારો વચ્ચે આશિષે પોતાના વ્યવસાયને સતત નવી દિશા આપી હતી. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, ગ્રાહકોનો વિશ્વાસ અને આધુનિક વ્યવસાયિક અભિગમના કારણે તેમના સ્ટાર્ટઅપે ટૂંકા ગાળામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

આશિષ હળપતિની સફળતાની સફર યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેમણે સાબિત કર્યું છે કે, મક્કમ સંકલ્પ, અથાગ પરિશ્રમ અને યોગ્ય આયોજન દ્વારા કોઈપણ વ્યક્તિ શૂન્યમાંથી શિખર સુધી પહોંચી શકે છે.

સ્થાનિક લોકો અને ઉદ્યોગ જગતે આશિષની સિદ્ધિને વધાવી લીધી છે. તેમની સફળતા માત્ર ઉદવાડા જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande