પાટણમાં અલખકૃપા સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાજપ કારોબારી સભ્ય વિનોદકુમાર દેસાઈના જન્મદિવસ નિમિત્તે અનોખી સેવાકીય પહેલ
પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણમાં અલખકૃપા સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાજપ કારોબારી સભ્ય વિનોદકુમાર દેસાઈના જન્મદિવસ નિમિત્તે અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી. પરંપરાગત ઉજવણીને બદલે સમાજ ઉપયોગી કાર્યના ભાગરૂપે શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે ઠંડા લીંબુ શરબત વિતર
પાટણમાં અલખકૃપા સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાજપ કારોબારી સભ્ય વિનોદકુમાર દેસાઈના જન્મદિવસ નિમિત્તે અનોખી સેવાકીય પહેલ


પાટણ, 02 જૂન (હિ.સ.)પાટણમાં અલખકૃપા સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાજપ કારોબારી સભ્ય વિનોદકુમાર દેસાઈના જન્મદિવસ નિમિત્તે અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી. પરંપરાગત ઉજવણીને બદલે સમાજ ઉપયોગી કાર્યના ભાગરૂપે શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે ઠંડા લીંબુ શરબત વિતરણ કેમ્પ યોજાયો.

ચાલુ સિઝનમાં અસહ્ય ગરમી અને વધતા તાપમાનને કારણે લોકોને રાહત મળે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી હતી. કેમ્પમાં રાહદારીઓ, મુસાફરો અને વાહનચાલકોને ઠંડા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું.

શહેરના વ્યસ્ત ટ્રાફિક જંક્શન પર યોજાયેલા આ કેમ્પનો લાભ સેંકડો લોકોએ લીધો. ગરમી વચ્ચે તરસ છીપાવવા માટેની આ વ્યવસ્થાને લોકોએ આવકારી અને પ્રશંસા કરી.

આ સેવા કાર્યમાં ટ્રસ્ટના હોદ્દેદારો, સભ્યો તથા સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જન્મદિવસ જેવા વ્યક્તિગત પ્રસંગને જાહેર સેવામાં પરિવર્તિત કરવાનો આ પ્રયાસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande