સસ્તામાં ટેલરિંગ મશીનનાં નામે યુવતી સાથે 75 હજારની છેતરપિંડી
સુરત, 02 જૂન (હિ.સ.): ઓલપાડના માસમા ગામ ખાતે રહેતી યુવતીને સરકાર માન્ય સ્કિલ ઇન્ડિયા સર્ટિફિકેટ તથા ટેલરિંગ મશીનના ફોટા મોકલી વિશ્વાસ લઈ સસ્તા ભાવે ટેલરિંગ મશીન આપવાના બહાને રૂ. ૭૬ હજાર પડાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સારોલી પોલીસના જણાવ્યા મુજબ ઓલપાડ તાલુકાના માસમા ગામ નજીક પ્રગતિ મહોલ્લામાં રહેતી અને નોકરી કરતી ખુશી કિરીટભાઈ પટેલ (ઉ.વ. 23)ને ગત 12 માર્ચ, 2026ના રોજ અજાણ્યાએ ફોન કરી પોતાની ઓળખ કલ્પેશભાઈ તરીકે આપી વોટ્સએપ મારફતે જુક અને જેક કંપનીના સીવવાના મશીનોના ફોટોગ્રાફ તેમજ સ્કિલ ઇન્ડિયા (ભારત સરકાર)નું સર્ટિફિકેટ મોકલી પોતે વિશ્વસનીય વ્યક્તિ હોવાનું દર્શાવ્યું હતું. ત્યારબાદ સસ્તા ભાવે ટેલરિંગ મશીન ઉપલબ્ધ કરાવી આપવાનું કહી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીના કહેવા મુજબ ખુશીબેને એનઈએફટી મારફતે કુલ રૂ. 76 હજારની રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે રકમ મળ્યા બાદ પણ આરોપીઍ ટેલરિંગ મશીન પહોંચાડ્યું નહોતું. વારંવાર સંપર્ક કરવા છતાં સંતોષકારક જવાબ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. અંતે ખુશીબેને ફરિયાદ નોંધાવતાં સારોલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande