
સુરત, 02 જૂન (હિ.સ.) વેસુ વિસ્તારમાં રહેતી યુવતીને રાજકોટના વિધર્મી યુવકે હિન્દુ બની પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરણીત અને બે સંતાનોના પિતા હોવાની હક્કિત છુપાવી લગન્ કરવાની લાલચ આપી યુવતીïને હોટલમાં લઈ જઈ તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો. તેમજ અલગ અલગ બહાને 3.35 લાખ પડાવ્યા બાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તરછોડી દેતા મામલો પોલીસમાં પહોîચ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, ગોîડલ રોડ, પી ઍન્ડ ટી કોલોની ખાતે રહેતï સોમીલ સલમીન મકવાણા સામે ગુનો નોîધાયો છે. સપ્ટેમ્બર 2025માં સોશિયલ મીડીયા મારફતે ભોગ બનનાર 27 વર્ષીય યુવતીના પરિચયમાં આવ્યો હતો.સોમીલે પોતે મુસ્લીમ હોવા છતાંયે હિન્દુ બની તેની પ્રેમજાળમાં ફસાવી હતી. પરણિત અને બે સંતાનનો પિતા હોવાની ઓળખ છુપાવી યુવતીને તેની સાથે લગન્ કરવાનો વિશ્વાસ આપી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ શારીરીક સંંબંધો બાંધ્યા હતા.
આ દરમિયાન યુવતી ગર્ભવતી બનતા તેની પાસે હબાણ કરાવી ગર્ભપાત કરાવ્યો હતો. તેમજ અલગ અલગ બહાના હેઠળ 3.35 લાખ પણ પડાવ્યા હતા. તેમજ તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તરછોડી દીધી હતી. બનાïવ અંગે પોલીસે યુવતીની ફરિયાદïના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે