ફીફા વર્લ્ડ કપ 2026: ઇરાક સામે ફ્રાન્સ માટે 100મી મેચ રમશે એમ્બાપ્પે
ફિલાડેલ્ફિયા, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે, સોમવારે ઇરાક સામે ફીફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-આઈ મુકાબલામાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ રમવા મેદાને ઉતરશે. મેચ પહેલા ફિલાડેલ્ફિયામાં આયોજિત પત્રકાર પરિષદમાં
ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે


ફિલાડેલ્ફિયા, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે, સોમવારે ઇરાક સામે ફીફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-આઈ મુકાબલામાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ રમવા મેદાને ઉતરશે. મેચ પહેલા ફિલાડેલ્ફિયામાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ તેમના માટે ખૂબ જ ખાસ છે.

એમ્બાપ્પેએ જણાવ્યું હતું કે, પોતાના દેશ માટે રમવું હંમેશા ગર્વની વાત હોય છે અને વર્લ્ડ કપ જેવા મંચ પર 100 આંતરરાષ્ટ્રીય મેચો પૂર્ણ કરવી તેને વધુ યાદગાર બનાવે છે. તેમણે ઉમેર્યું કે, સોનો આંકડો ઐતિહાસિક હોય છે અને વર્લ્ડ કપમાં આ સિદ્ધિ સુધી પહોંચવું તેમના માટે એક વિશેષ ક્ષણ હશે.

27 વર્ષીય એમ્બાપ્પે, ફ્રાન્સ માટે 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 10મો ખેલાડી બનશે. જોકે, તેઓ હજુ પણ પૂર્વ કેપ્ટન અને ગોલકીપર હ્યુગો લોરિસના 145 મેચોના રેકોર્ડથી પાછળ છે.

તાજેતરમાં સેનેગલ સામે બે ગોલ કરીને એમ્બાપ્પે ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. તેમના નામે હવે 58 આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાયેલા છે અને તેમણે ઓલિવિયર જિરૂનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

એમ્બાપ્પેએ જણાવ્યું હતું કે વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં તેમના માટે ટીમની સફળતા વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, ઇરાક સામેની જીત ટીમને આગામી તબક્કાની નજીક લઈ જશે અને તે જ સૌથી મોટી પ્રાથમિકતા છે.

વર્લ્ડ કપ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના દેશ માટે ઇતિહાસમાં યાદ રહેવા માંગે છે અને વર્લ્ડ કપ જેવો મંચ કોઈપણ ખેલાડી માટે પોતાની ક્ષમતા દર્શાવવાની સૌથી મોટી તક હોય છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલના રેકોર્ડની ચર્ચા પર એમ્બાપ્પેએ જણાવ્યું હતું કે, તેઓ સતત ગોલ કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તેમનો મુખ્ય ધ્યેય ફ્રાન્સને વધુમાં વધુ આગળ લઈ જવાનો છે.

અમેરિકામાં વર્લ્ડ કપના અનુભવ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમને અહીંનું વાતાવરણ ગમે છે અને તેઓ આ તકનો આનંદ માણી રહ્યા છે.

બીજી તરફ, 40 વર્ષની ઉંમર સુધી વર્લ્ડ કપ રમવાના પ્રશ્ન પર તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, તેઓ પોતાની જાતને તે સ્થિતિમાં જોતા નથી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande