સર્રાફા બજારમાં સોનું ચમક્યું, ચાંદીમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) દેશના ઘરેલુ સર્રાફા બજારમાં આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સોનાના ભાવમાં તેજીનો રુખ જોવા મળી રહ્યો છે. જોકે ચેન્નઈમાં સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભાવમાં આવેલી તેજીના કારણે આજે ચેન્નઈ સિવાય દેશના મોટા ભાગના અન્ય સર્રા
સોના-ચાંદી


નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) દેશના ઘરેલુ સર્રાફા બજારમાં આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સોનાના ભાવમાં તેજીનો રુખ જોવા મળી રહ્યો છે. જોકે ચેન્નઈમાં સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભાવમાં આવેલી તેજીના કારણે આજે ચેન્નઈ સિવાય દેશના મોટા ભાગના અન્ય સર્રાફા બજારોમાં સોનું 420 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંઘું થયું છે. ચાંદીના ભાવમાં પણ આજે કોઈ ફેરફાર થયો નથી.

સોનાના ભાવમાં આવેલા ઉછાળાના કારણે દેશના મોટા ભાગના સર્રાફા બજારોમાં 24 કેરેટ સોનું 1,46,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,48,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું આજે 1,34,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,35,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં ફેરફાર ન હોવાને કારણે આ ચમકીલી ધાતુ દિલ્હીના સર્રાફા બજારમાં આજે પણ 2,49,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,46,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,34,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,46,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,34,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. એ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 1,46,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,34,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,48,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર અને 22 કેરેટ સોનું 1,35,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર વેચાઈ રહ્યું છે. એ જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,46,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,34,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,46,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,34,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

જયપુરમાં 24 કેરેટ સોનું 1,46,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,34,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાનો ભાવ 1,46,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,34,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનઉના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,46,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,34,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સર્રાફા બજારમાં પણ આજે સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,46,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. એ જ રીતે આ ત્રણેય શહેરોના સર્રાફા બજારોમાં 22 કેરેટ સોનું 1,34,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande