અમેરિકાએ ઈરાની ડ્રોન અને મિસાઈલ ઠેકાણાઓ પર ઝડપી હુમલા કર્યા, ઈરાને બદલો લેવાનો દાવો કર્યો
વોશિંગ્ટન/તેહરાન, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.): 18 જૂને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ શાંતિ કરાર દસ દિવસ પણ ટક્યો નથી, અને બંને પક્ષો ફરી એકવાર એકબીજા સામે ધમકીઓ આપી રહ્યા છે અને નવા હુમલાઓનો દાવો કરી રહ્યા છે. અમેરિકાએ શુક્રવારે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમ
પ્રતીકાત્મક


વોશિંગ્ટન/તેહરાન, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.): 18 જૂને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ શાંતિ કરાર દસ દિવસ પણ ટક્યો નથી, અને બંને પક્ષો ફરી એકવાર એકબીજા સામે ધમકીઓ આપી રહ્યા છે અને નવા હુમલાઓનો દાવો કરી રહ્યા છે. અમેરિકાએ શુક્રવારે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓ અને દરિયાકાંઠાના રડાર સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ઈરાનને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા અને તેને યુએસ બદલો ગણાવ્યો. દરમિયાન, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ દાવો કર્યો કે, તેની નૌકાદળે ઈરાની કિનારા પર અમેરિકાના હુમલાના જવાબમાં આ પ્રદેશમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર, ઈરાને 25 જૂને હોર્મુઝ સ્ટ્રેટમાં સિંગાપોરના કાર્ગો જહાજ એમવી એવર લવલી પર ડ્રોન હુમલો કર્યો. સેન્ટકોમ એ શુક્રવારે ઈરાની મિસાઈલ અને ડ્રોન સ્થાપનો અને દરિયાકાંઠાના રડાર સ્થળો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, તેને યુદ્ધવિરામ ઉલ્લંઘન ગણાવ્યું. સેન્ટકોમ એ હુમલાનું ફૂટેજ બહાર પાડ્યું, જેમાં હુમલાની વિગતો આપવામાં આવી.

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સે એક્સ પર સેન્ટકોમનું એક નિવેદન શેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, હિંસાનો સામનો હિંસાથી થશે. વાન્સે લખ્યું, ઈરાને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા, અને અમે તેનું પાલન કર્યું. જો તેમને આ કરારના અમલીકરણ સામે કોઈ વાંધો હોય, તો તેઓ ફોન કરી શકે છે, પરંતુ હિંસાનો સામનો હિંસાથી થશે.

આ પહેલા, શુક્રવારે બપોરે વ્હાઇટ હાઉસ ખાતે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ એમ નહીં કહે કે અમેરિકા ડ્રોન હુમલાનો જવાબ કેવી રીતે આપશે અથવા તે હજુ પણ યુદ્ધવિરામનું પાલન કરે છે કે નહીં, પરંતુ તેમણે ગઈકાલે હુમલો કર્યો હતો, અને તેમણે આવું ન કરવું જોઈતું હતું. ઈરાને દાવો કર્યો હતો કે કાર્ગો જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું, જેને ઈરાને મંજૂરી આપી નથી.

ઈરાન ઈન્ટરનેશનલ મીડિયા સંગઠન અનુસાર, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઇબ્રાહિમ અઝીઝીએ અમેરિકા પર વાટાઘાટો અને યુદ્ધવિરામ બંનેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે વોશિંગ્ટને વાટાઘાટો દરમિયાન ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, હંમેશની જેમ, યુદ્ધવિરામનું આ સ્પષ્ટ ઉલ્લંઘન પીછેહઠ અને પસ્તાવો સાથે સમાપ્ત થશે.

તેમનું આ નિવેદન આઈઆરજીસી દ્વારા આ વિસ્તારમાં અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવવાના દાવા બાદ આવ્યું છે. અમેરિકા દ્વારા તેના વચનોના ઉલ્લંઘનના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, હુમલાની વિગતો આપવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande