પોરબંદરમાં નાગરિકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરીત નિકાલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
પોરબંદર, 03 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોનો ઝડપી અને અસરકારક નિકાલ લાવવા માટે દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂન-2026 માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી ચોથા ગુરુવારે યોજાનાર છે.
પોરબંદરમાં નાગરિકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરીત નિકાલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.


પોરબંદર, 03 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોનો ઝડપી અને અસરકારક નિકાલ લાવવા માટે દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂન-2026 માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી ચોથા ગુરુવારે યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાના પ્રશ્નો અને ફરિયાદો જિલ્લા કલેક્ટર કચેરી પોરબંદર ખાતે રજૂ કરી શકશે.

જિલ્લાના નાગરિકો કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલાવવા,અગાઉ સબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજૂ ક૨વો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ તેમજ પ્રત્યુત૨ની નકલ સાથેની અરજી અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત ૨જૂ ક૨વામાં આવેતો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું ,પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ પુરેપુરૂં સ૨નામું ફોન નંબર ફરજીયાત લખવાનો રહેશે તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવી. સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

અરજદાર દ્વારા રજૂ થતી અરજી પોતાના પ્રશ્નની જ. સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આધાર પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે અને

આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી.

અરજદારો તા.10/06/2026 સુધીમાં કલેકટર કચેરી, પોરબંદર ખાતે પ્રશ્નો મોકલી શકશે તેમજ સ્વાગત પોર્ટલ પ૨ તારીખ 1 થી 10 તારીખમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-1, કલેકટર કચેરી, પોરબંદરનો સંપર્ક ક૨વા વિનંતી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande