ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા માર્ગદર્શન સેમીનાર યોજાયો
- યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ, રસોઈ તેમજ ગૃહ ઉદ્યોગનું કાચું મટીરીયલ પૂરું પાડવામાં આવશે. ભરૂચ 03 જૂન (હિ.સ.) : ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા શુભ આશય સાથે કસક વિસ્તારમાં આવેલા આહિ
ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા માર્ગદર્શન સેમીનાર યોજાયો

ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા માર્ગદર્શન સેમીનાર યોજાયો

ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા માર્ગદર્શન સેમીનાર યોજાયો

ભરૂચમાં આહિર સમાજની બહેનોને આત્મનિર્ભર બનાવવા માર્ગદર્શન સેમીનાર યોજાયો

- યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ, રસોઈ તેમજ ગૃહ ઉદ્યોગનું કાચું મટીરીયલ પૂરું પાડવામાં આવશે.

ભરૂચ 03 જૂન (હિ.સ.) : ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા શુભ આશય સાથે કસક વિસ્તારમાં આવેલા આહિર સમાજ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજ અને ભરૂચ મહિલા ઔદ્યોગિક સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમાજની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગામી દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બહેનોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ કામ, રસોઈ કામ તેમજ ગૃહ ઉદ્યોગને લગતું કાચું મટીરીયલ પૂરું પાડવામાં આવશે, જેને તૈયાર કરીને મહિલાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગૃહ ઉદ્યોગો સુધી પહોંચાડશે.

આહિર સમાજના મહિલા આગેવાન નીરૂબેન આહિરના જણાવ્યા અનુસાર બહેનોને સિવણ ક્લાસ તેમજ રસોઈ ઘરની વિવિધ વાનગીઓ અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, જેથી આહિર સમાજની દીકરીઓ બહેનો આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે.

આ એક ઉત્કૃષ્ટ પ્રયાસથી આગામી દિવસોમાં આહિર સમાજની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ પોતાના પરિવારનો મજબૂત આધાર બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande