પાટણમાં એક જ રાત્રે ત્રણ મકાન અને બે પાર્લરમાં ચોરીની ઘટના સામે આવી
પાટણ, 03 જૂન (હિ.સ.) : પાટણ શહેરના ઘીમટા નાકાથી સાગરના ઉપાશ્રય સુધીના વિસ્તારમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રણ મકાન અને બે પાર્લરને નિશાન બનાવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ચોરોએ કલ્પેશ શાહના મકાનનો નકુચો તોડી અંદર
પાટણમાં એક જ રાત્રે ત્રણ મકાન અને બે પાર્લરમાં ચોરીના પ્રયાસ


પાટણમાં એક જ રાત્રે ત્રણ મકાન અને બે પાર્લરમાં ચોરીના પ્રયાસ


પાટણમાં એક જ રાત્રે ત્રણ મકાન અને બે પાર્લરમાં ચોરીના પ્રયાસ


પાટણ, 03 જૂન (હિ.સ.) : પાટણ શહેરના ઘીમટા નાકાથી સાગરના ઉપાશ્રય સુધીના વિસ્તારમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રણ મકાન અને બે પાર્લરને નિશાન બનાવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

ચોરોએ કલ્પેશ શાહના મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુખ્ય દરવાજો ન તૂટતા ચોરી નિષ્ફળ રહી હતી. ઉપરાંત, ઉપાશ્રયનું બંધ મકાન અને તેની બાજુમાં આવેલું અન્ય એક લોક કરેલું મકાન પણ તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડ્યા હતા. વિસ્તારમાં આવેલા બે પાર્લરમાંથી ચોરીની ઘટના બની હતી. મનીષ છગનલાલ શાહની શંખેશ્વર પાર્શ્વનાથ પાર્લરમાંથી પરચુરણ, ચોકલેટ-ગોળીઓ અને બિસ્કિટના પેકેટ ચોરાયા હતા. જ્યારે ભોગીલાલ જે. રામીની દુકાનમાંથી જૂના એન્ટિક સિક્કા, ₹8થી ₹10 હજારની રોકડ રકમ અને સોપારીનો જથ્થો ચોરી થયો હતો.

ભોગ બનનાર અનિલને સવારે મિત્ર દ્વારા તાળું તૂટ્યાની જાણ થતાં તેઓ સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ચોરીની કુલ કિંમતનો આંકડો હજુ સુધી સ્પષ્ટ થયો નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande