


પોરબંદર, 03 જૂન (હિ.સ.)રાણાવાવ શહેર અને તાલુકા મંડળની સંયુક્ત કાર્યશાળા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવી હતી જેમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ને 12 વર્ષઃ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચા દરેક કાર્યકરો માટે ખુબજ મહત્વની છે તેવું માનવામાં આવે છે.
ઉપરોક્ત કાર્યશાળામાં સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો તેમજ આગેવાનોજીલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કારગઠીયા, શહેર ભાજપ પ્રમુખ રામદેભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ પ્રમુખ વીરાભાઈ મકવાણા, રાણાવાવ તાલુકા મહામંત્રી પ્રભુદાસ ગોંડલીયા, શ્રી અરજણભાઈ ભૈડા, રાણાવાવ શહેર ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વ્યાસ, સુનિલભાઈ ચૌહાણ અવિરત વિકાસ અભિયાન ના જીલ્લા ઈનચાર્જ અરજણભાઈ ભૂતિયા, સહ ઈનચાર્જ કિરીટભાઇ બાપોદરા, તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા તથા સિનિયર આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya