પોરબંદરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ શોધખોળ તેજ
પોરબંદર, 03 જૂન (હિ.સ.) : દેશભરમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને ગેરકાયદે રીતે રહેતા વિદેશી
પોરબંદરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ શોધખોળ તેજ


પોરબંદર, 03 જૂન (હિ.સ.) : દેશભરમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર શહેર તેમજ જિલ્લાના વિવિધ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને મજૂરી ક્ષેત્રોમાં કાર્યરત શ્રમિકોના આધાર કાર્ડ સહિતના ઓળખ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બહારથી આવીને વસવાટ કરતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા લોકો પર પોલીસની નજર કેન્દ્રિત કરવામાં આવી છે. પોલીસ દ્વારા રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ સાથે તેમના ઓળખ અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. બાંધકામ સાઈટ, ઔદ્યોગિક એકમો અને મજૂરોના વસવાટ વિસ્તારોમાં વિશેષ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લામાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો નથી. તેમ છતાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના ભાગરૂપે આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાસ્પદ વિદેશી વ્યક્તિ અંગે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande