(કેબિનેટ) ચાર રાજ્યોમાં 24 હજાર કરોડની મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.)। કેન્દ્ર સરકારે માર્ગ સંપર્ક, દરિયાકાંઠાના સંપર્ક અને પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને બિહારમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી આપી છે. લગભગ 24 હજાર
હાઈ વે


નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.)। કેન્દ્ર સરકારે માર્ગ સંપર્ક, દરિયાકાંઠાના સંપર્ક અને પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને બિહારમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી આપી છે. લગભગ 24 હજાર કરોડની આ પરિયોજનાઓથી વાહનવ્યવહાર સરળ બનશે અને ઔદ્યોગિક તથા પર્યટન પ્રવૃત્તિઓને ગતિ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં આ નિર્ણયોની જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં એનએચ-347બીના હિવરખેડી-રોશની-આશાપુર-રુધી ખંડમાં હાલની મધ્યવર્તી લેનને પાકા શોલ્ડર ધોરણ સાથે બે લેનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત, દેશગાંવ-જુલવાનિયા ખંડમાં હાલના બે લેન માર્ગને ચાર લેન સુધી પહોળો કરવામાં આવશે. 233.653 કિમીની આ પરિયોજના પર 4415.60 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. પરિયોજના હેઠળ ખરગોન સુધી 16.20 કિમીનો ગ્રીનફિલ્ડ બાયપાસ પણ બનાવવામાં આવશે.

મંત્રીમંડળે ઓડિશામાં રામેશ્વરથી પારાદીપ સુધી 163.18 કિલોમીટર લાંબી નવી દરિયાકાંઠાની ધોરીમાર્ગ પરિયોજનાને પણ મંજૂરી આપી છે. આ પરિયોજનાની કુલ કિંમત 8,300.79 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. તેના નિર્માણથી દરિયાકાંઠાના વિસ્તારોમાં સંપર્ક સુધરશે તથા બંદર આધારિત આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. આ પરિયોજના 9 આર્થિક અને 5 લોજિસ્ટિક્સ કેન્દ્રોને જોડશે. આનાથી રામેશ્વરમ અને પારાદીપ વચ્ચે મુસાફરીના સમયમાં અઢી કલાકનો ઘટાડો થશે.

તેલંગાણામાં એનએચ-63ના આર્મૂર-જગતિયાલ-મંચેરિયલ ખંડ તથા એનએચ-563ના જગતિયાલ-કરીમનગર ખંડને ચાર લેન ધોરણ સુધી વિકસાવવામાં આવશે. 190.76 કિલોમીટર લાંબી આ પરિયોજના પર 7,597.16 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આનાથી રાજ્યના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર ક્ષમતા વધશે તથા માલ પરિવહન વધુ સરળ બનશે. પરિયોજનાથી આર્મૂરથી મંચેરિયલ વચ્ચે મુસાફરીના સમયમાં દોઢ કલાક અને જગતિયાલથી કરીમનગર વચ્ચે લગભગ 45 મિનિટનો ઘટાડો થશે.

આ ઉપરાંત, બિહારમાં એનએચ-31 અને એનએચ-231ના ખગડિયા-પૂર્ણિયા ખંડને ટોલ આધારિત બીઓટી મોડેલ પર ચાર લેન ધોરણમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજનાની અંદાજિત કિંમત 3,936.05 કરોડ રૂપિયા છે. આનાથી ઉત્તર-પૂર્વીય બિહારમાં માર્ગ સંપર્ક મજબૂત બનશે અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે. પરિયોજના હેઠળ પૂર્ણિયા શહેર સુધી ગ્રીનફિલ્ડ બાયપાસ બનાવવામાં આવશે. આનાથી 5 આર્થિક અને 11 લોજિસ્ટિક્સ કેન્દ્રો એકબીજા સાથે જોડાશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande