સ્વચ્છ ઊર્જાથી 2030 સુધીમાં 44 લાખથી વધુ નોકરીઓની અપેક્ષા
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ભારતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રથી વર્ષ 2030 સુધીમાં 44 લાખથી વધુ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. આમાં રૂફટોપ સોલર યોજના સૌથી વધુ રોજગાર આપનારું ક્ષેત્ર હશે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (સીઈઈડબ્લ્યુ) અને નેચર
સોલાર ઉર્જા નો રીપોર્ટ જાહેર કરતા અધિકારીઓ


નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ભારતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રથી વર્ષ 2030 સુધીમાં 44 લાખથી વધુ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. આમાં રૂફટોપ સોલર યોજના સૌથી વધુ રોજગાર આપનારું ક્ષેત્ર હશે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (સીઈઈડબ્લ્યુ) અને નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ ઇન્ડિયા (એનઆરડીસી)ના એક અભ્યાસમાં આ બાબતો સામે આવી છે.

આ અહેવાલ 'ડ્રાઇવિંગ એનર્જી ટ્રાન્ઝિશન: વર્કફોર્સ, સ્કિલ્સ, એન્ડ જેન્ડર ઇન ઇન્ડિયાઝ રિન્યુએબલ એનર્જી સેક્ટર'ને નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયના તકનીકી માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષ 2024–25માં સૌર, પવન, જૈવ ઊર્જા અને જળવિદ્યુત ક્ષેત્રોની કંપનીઓ વચ્ચે કરવામાં આવેલા એક પ્રાથમિક સર્વેક્ષણ પર આધારિત છે. આ અભ્યાસે વિવિધ સ્વચ્છ ઊર્જા તકનીકો અને વ્યવસાયીકરણના તબક્કાઓમાં કર્મચારીઓની જરૂરિયાતનું આકલન કરવા માટે નવો એફટીઈ ગુણાંક તૈયાર કર્યો છે. આના દ્વારા ઉપકરણોના વિનિર્માણ, પરિયોજનાઓની સ્થાપના અને સંચાલનમાં આવતા પ્રત્યક્ષ રોજગારનું આકલન કરવામાં આવ્યું છે. ભારત હવે કુલ સ્થાપિત અક્ષય ઊર્જા ક્ષમતાના મામલે દુનિયામાં ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત, કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાનો 50 ટકા હિસ્સો બિન-જીવાશ્મ સ્ત્રોતોમાંથી હાંસલ કરવાનો લક્ષ્ય સમય કરતાં પાંચ વર્ષ વહેલો, 2025માં પૂરો કરી ચૂક્યો છે. નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ સંતોષ કુમાર સારંગીએ અહેવાલ જારી કરતાં જણાવ્યું કે, એક સફળ હરિત પરિવર્તન માટે લોકોની ભાગીદારી અત્યંત મૂળભૂત તત્વ છે. લોકોને આ હરિત પરિવર્તનના કેન્દ્રમાં રાખવાથી થતા સકારાત્મક અને પરોક્ષ લાભો આમાં સામેલ થાય છે. ભારતે એ દર્શાવ્યું છે કે આપણા આર્થિક વિકાસનો માર્ગ અને સ્થિરતાના લક્ષ્યો ખૂબ સારી રીતે એકસાથે ચાલી શકે છે. ગયા વર્ષે અમે લગભગ 51 ગીગાવોટ સૌર અને પવન ઊર્જા ક્ષમતા હાંસલ કરી છે અને અપેક્ષા છે કે આ ગતિ આવનારા વર્ષોમાં પણ ચાલુ રહેશે, જેનો વધુ વિસ્તાર થશે.

સીઈઈડબ્લ્યુના સીઈઓ ડો. અરુણાભા ઘોષે જણાવ્યું કે, ભારતનું ઊર્જા સંક્રમણ, કાર્યબળ સંક્રમણ પણ હોવું જોઈએ. આ અવસર રોજગાર સર્જન, કૌશલ્ય નિર્માણ, સ્થાનિક સપ્લાય ચેઇન્સને મજબૂત બનાવવા અને એ સુનિશ્ચિત કરવા માટે છે કે સ્વચ્છ ઊર્જાના વિસ્તરણની સાથે-સાથે તેના લાભો પરિવારો, ખેડૂતો, શ્રમિકો અને ઉદ્યોગસાહસિકો સુધી પણ પહોંચે. એનઆરડીસી ઇન્ડિયાના કન્ટ્રી ડિરેક્ટર દીપા સિંહ બગઈએ જણાવ્યું કે, ભારતની આર્થિક વૃદ્ધિ, ઊર્જા સુરક્ષા અને આબોહવા લક્ષ્યો માટે સ્વચ્છ ઊર્જા સંબંધિત રોજગાર ખૂબ જ જરૂરી છે. આ અભ્યાસ દર્શાવે છે કે વિકેન્દ્રિત અક્ષય ઊર્જા, ખાસ કરીને રૂફટોપ સોલર, શહેરો, નાના કસબાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારનું સર્જન કરી શકે છે, પરંતુ આ માટે સુવિચારિત યોજના, કર્મચારીઓની સંખ્યાની વિશ્વસનીય રિપોર્ટિંગ અને મજબૂત ઔદ્યોગિક તાલીમ આપવા માટે ભાગીદારીઓની જરૂર પડશે, જેથી કાર્યબળ ભારતના ઊર્જા સંક્રમણના આગલા તબક્કા માટે સંપૂર્ણપણે તૈયાર રહે. સીઈઈડબ્લ્યુ-એનઆરડીસીના આ અભ્યાસ પરથી જાણવા મળે છે કે સૌર અને પવન ઊર્જા સ્થાપિત કરવા અને ઉપકરણ નિર્માણ ક્ષેત્રોના કુલ કાર્યબળમાં મહિલાઓનો હિસ્સો માત્ર 11 ટકા છે. રૂફટોપ સોલરમાં મહિલાઓની સૌથી વધુ 15 ટકા ભાગીદારી છે. ત્યારબાદ સોલર મોડ્યુલ નિર્માણમાં 13 ટકા, ફ્લોટિંગ સોલરમાં 12 ટકા અને જમીન પર લાગતા સોલર પ્રોજેક્ટ્સમાં 11 ટકા છે. અભ્યાસ મુજબ, સ્વચ્છ ઊર્જા કાર્યબળમાં સામેલ 61 ટકા મહિલાઓ બિન-તકનીકી ભૂમિકાઓ – જેમ કે માનવ સંસાધન, એકાઉન્ટિંગ અને પ્રશાસનમાં કામ કરે છે.

સ્વચ્છ ઊર્જા સંબંધિત રોજગારો માટે ઉચ્ચ કૌશલ્યની જરૂર પડશે.

આ અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે, સંચાલન અને જાળવણી તથા ઉપકરણ નિર્માણની ભૂમિકાઓમાં લગભગ 13 લાખ એફટીઈ રોજગારનું સર્જન થઈ શકે છે, જે પરિયોજનાઓ અથવા વિનિર્માણ પ્લાન્ટ્સના સંપૂર્ણ જીવનકાળ સુધી ટકી રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande