પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજી આવી, બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરથી ઉપર પહોંચ્યું
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઈરાન દ્વારા ગઈકાલે રાત્રે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ, પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ તણાવને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજીનો માહોલ છે. બ્રેન્ટ ક્રૂડની
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઈરાન દ્વારા ગઈકાલે રાત્રે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ, પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ તણાવને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજીનો માહોલ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે ઉછળીને, 97 ડોલર પ્રતિ બેરલના સ્તરથી ઉપર જતી રહી. આ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ આજે 96 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયું.

આ સપ્તાહના પહેલા બે ટ્રેડિંગ સેશનમાં જ ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ સાત ટકાનો વધારો થઈ ચૂક્યો છે. આજે ઈરાન દ્વારા અમેરિકી સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવવાને કારણે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ભડકવાની આશંકા ઊભી થઈ છે. આ તણાવને કારણે ખાડી દેશોમાંથી દુનિયાભરના બીજા દેશોમાં થતી પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય પણ ખોરવાઈ જવાની આશંકા યથાવત છે.

આજે બ્રેન્ટ ક્રૂડે 96.65 ડોલર પ્રતિ બેરલના સ્તરેથી કારોબારની શરૂઆત કરી. ટ્રેડિંગ શરૂ થતાં જ તેની કિંમત થોડા સમય માટે ઘટીને 96.58 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી આવી, પરંતુ ત્યારબાદ તેના ભાવમાં તેજી આવી ગઈ. ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે બ્રેન્ટ ક્રૂડ 97.16 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. આ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડનું ટ્રેડિંગ આજે 94.39 ડોલર પ્રતિ બેરલના સ્તરથી શરૂ થયું. શરૂઆતમાં જ થોડા સમય માટે તે લપસીને 93.45 ડોલર પ્રતિ બેરલ સુધી આવ્યું. ત્યારબાદ તેના ભાવમાં તેજી આવી ગઈ. ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 96.08 ડોલર પ્રતિ બેરલના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.

જાણકારોનું કહેવું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામનું ભવિષ્ય અનિશ્ચિત રહ્યું છે. આ જ રીતે હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) દ્વારા થતી ઓઈલ ટેન્કરોની અવરજવર હજુ પણ લગભગ ઠપ પડી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તાનું ભવિષ્ય પણ હાલમાં અનિશ્ચિત રહ્યું છે, જેની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પર પડતી જોવા મળી રહી છે.

ખાસ કરીને, ગઈકાલે રાત્રે ઈરાને જે રીતે કુવૈત અને બહેરીનમાં હાજર અમેરિકી સૈનિક ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો, તેને કારણે તણાવમાં ફરી એકવાર તેજી આવવાનો ડર ઊભો થયો છે. આ ડરને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજીનો વલણ યથાવત છે. આ પહેલા બંને દેશો વચ્ચે સમજૂતી થઈ જવાની આશાને કારણે મે મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 90 ડોલર પ્રતિ બેરલના સ્તરથી પણ નીચે જતી રહી હતી. જોકે, હજુ સુધી બંને દેશો વચ્ચે સમજૂતી થવાની કોઈ નક્કર સંભાવના દેખાઈ રહી નથી.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande