દમણ બીચ પર બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
દમણ,03 જૂન (હિ.સ.) દમણના એક બીચ પર બે જૂથ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિય
બે જૂથ વચ્ચે થયેલી મારામારી


દમણ,03 જૂન (હિ.સ.) દમણના એક બીચ પર બે જૂથ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા તે ઝડપથી વાયરલ થયો છે.વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં તેમજ સોશિયલ મીડિયા યુઝર્સમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ ઘટના ક્યારે બની હતી અને મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.પ્રાથમિક માહિતી મુજબ, ઘટનાની જાણ પોલીસ સુધી પહોંચી છે અને વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા વ્યક્તિઓની ઓળખ કરી હકીકતો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા બીચ પર બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ચિંતા ફેલાવી છે. હાલ સોશિયલ મીડિયામાં વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે પોલીસ તપાસના આધારે આગળની કાર્યવાહી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande