પ્રધાનમંત્રીના દમણ પ્રવાસ પૂર્વે 4 જૂને ટ્રાફિક રિહર્સલ, અનેક માર્ગો પર અવરજવર પ્રભાવિત રહેશે
દમણ, 03 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 જૂનના દમણ પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ તેજ બની છે. પ્રવાસ પૂર્વે 4 જૂને સુરક્ષા રિહર્સલ યોજાનાર હોવાથી સાંજે 5 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ
દમણ પોલીસ


દમણ, 03 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 જૂનના દમણ પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ તેજ બની છે. પ્રવાસ પૂર્વે 4 જૂને સુરક્ષા રિહર્સલ યોજાનાર હોવાથી સાંજે 5 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત રહેવાની શક્યતા છે.

દમણ પોલીસ દ્વારા જાહેર કરાયેલી ટ્રાફિક એડવાઇઝરી મુજબ મશાલ ચોકથી ભેસલોર ચાર રસ્તા, નાની બસ સ્ટેન્ડથી વાડ ચોકી રોડ, દલવાડાથી મશાલ ચોક, મશાલ ચોકથી ત્રણ બત્તી, ત્રણ બત્તીથી મારવાડ, નમો પથ તેમજ ચપ્પલી શેરીથી નાઇટ માર્કેટ થઈ ધોબી તળાવ સુધીના માર્ગો પર વાહન વ્યવહારની અવરજવર અસરગ્રસ્ત રહી શકે છે.

પોલીસે નાગરિકોને 4 જૂને સાંજે 5 થી રાત્રે 8:30 દરમિયાન આ માર્ગોનો ઉપયોગ ટાળવા, અન્ય માર્ગોનો ઉપયોગ કરી મુસાફરીનું આગોતરું આયોજન કરવા અપીલ કરી છે. ઉપરાંત ટ્રાફિક ડાયવર્ઝન અને ફરજ પરના પોલીસ કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા તેમજ માર્ગ પર વાહનો પાર્ક ન કરવા પણ જણાવાયું છે. દમણ પોલીસે જાહેર સુરક્ષા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande