તરસાઈ ગણે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી.
પોરબંદર, 03 જૂન (હિ.સ.)તરસાઈ ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને 108ની ટીમે એમ્બ્યુલન્સ વાનમાં પ્રસુતિ કરાવી હતી. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલી એક મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા રાણાવાવ 108 ની ટીમે સમયસૂચક
તરસાઈ ગણે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી.


તરસાઈ ગણે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી.


પોરબંદર, 03 જૂન (હિ.સ.)તરસાઈ ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને 108ની ટીમે એમ્બ્યુલન્સ વાનમાં પ્રસુતિ કરાવી હતી.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલી એક મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા રાણાવાવ 108 ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. પુત્રીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ તરસાઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની મહિલાને ત્રીજી ડિલિવરીની પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. રાણાવાવ 108 ની ટીમને કોલ મળતા ઈ.એમ.ટી. સંજય વિરમગામા અને પાઈલટ હિરેન ભટ્ટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી અને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન રહેતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.

ઈ.એમ.ટી. સંજય વિરમગામાએ હેડ ઓફિસ પર ફરજ બજાવતા ફીઝીશ્યન ડો. મંથન ના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત તથા મળેલ તાલીમની મદદથી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. મહિલાને ખૂબ વધુ પીડા અને અસહ્ય દુખાવો હોવા છતાં ટીમની સમયસૂચકતાના કારણે માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત રહ્યા હતા.પ્રાથમિક સારવાર બાદ માતા અને નવજાત પુત્રીને વધુ સારવાર માટે પોરબંદરની એમ.આર. લેડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આધુનિક સમયમાં 108 ની સેવા અત્યંત મહત્વની સાબિત થઈ રહી છે. ગમે તે સમયે ગમે ત્યાં તાત્કાલિક સારવાર પહોંચાડતી આ સેવાના કારણે અનેક જિંદગીઓ બચી રહી છે. આ સફળ કામગીરી બદલ ઈ.એમ.ટી. સંજય વિરમગામા, પાઈલટ હિરેન ભટ્ટ અને ખાગેશ્રી 108 ટીમને બિરદાવવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ દર્શક યાદવ દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પુત્રીનો જન્મ થતા પરિવારજનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande