હનુમાનજીની પ્રતિમા અને સુંદરકાંડ ગ્રંથથી ડૉ. અંકિતાબેન મુલાણીનું સન્માન
અમરેલી,03 જૂન (હિ.સ.) સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે પ્રખ્યાત માર્ગદર્શક વક્તા અને મોટીવેશનલ સ્પીકર ડૉ. અંકિતાબેન મુલાણીની શુભ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે આશ્રમના મહંત ભક્તિ બાપુ દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ
હનુમાનજીની પ્રતિમા અને સુંદરકાંડ ગ્રંથથી ડૉ. અંકિતાબેન મુલાણીનું સન્માન


અમરેલી,03 જૂન (હિ.સ.) સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે પ્રખ્યાત માર્ગદર્શક વક્તા અને મોટીવેશનલ સ્પીકર ડૉ. અંકિતાબેન મુલાણીની શુભ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે આશ્રમના મહંત ભક્તિ બાપુ દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભક્તિ બાપુએ ડૉ. અંકિતાબેન મુલાણીને હનુમાનજીની પવિત્ર પ્રતિમા તથા સુંદરકાંડ ગ્રંથ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ સન્માન આધ્યાત્મિકતા, સંસ્કાર અને સમાજસેવાના મૂલ્યોને સમર્પિત હોવાનું જણાવાયું હતું. ઉપસ્થિત ભક્તજનો અને આશ્રમના સેવકોએ પણ ડૉ. મુલાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ડૉ. અંકિતાબેન મુલાણી પોતાના પ્રેરણાદાયી પ્રવચનો, વ્યક્તિત્વ વિકાસ અને જીવનમૂલ્યો અંગેના માર્ગદર્શન માટે જાણીતા છે. તેમણે પોતાના સંબોધનમાં સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ અને માનવસેવાના મહત્વ અંગે વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આધ્યાત્મિકતા અને સદાચાર વ્યક્તિના જીવનને નવી દિશા આપી શકે છે.

આ પ્રસંગે આશ્રમમાં ભક્તિમય અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. ભક્તિ બાપુ અને ડૉ. અંકિતાબેન મુલાણી વચ્ચે થયેલી આ મુલાકાત ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande