
ગીર સોમનાથ 03 જૂન (હિ.સ.) રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી ગીર સોમનાથ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું (રહેવા તથા જમવાની સગવડ સાથે) આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ફિઝીકલ તથા લેખિત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે. આ પૂર્વ અયોજનનાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના પુરૂષ ઉમેદવારોને જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ ખાતે રૂબરૂ આવી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધીમાં અરજી કરવાને બદલ હવે તા. ૧૫/૦૬/૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. જિલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારો ધ્યાને લેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ