
ગીર સોમનાથ 3 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ના કાજ ગામે આવેલ ઓદ્યોગિક તાલીમ કેન્દ્રમાં 2026-27ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો ઓન લાઈન પ્રારંભ કરવામાં આવ્યો છે. કોડીનારનાં કાજગામે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં નવા એકેડેમિક સત્ર માટે એન્જિનિયરિંગ તેમજ નોન એન્જિનિયરિંગ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત 14મીમેથી કરવામાં આવી છે. પ્રવેશ માટે ઈચ્છુક ઉમેદવારો તારીખ 23 જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ITI માં પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રાખવામાં આવી છે. આઈ.ટી.આઈ. કાજ ખાતે પણ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો ને ઓનલાઈન એડમિશન પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી હેલ્પ સેન્ટર કોલેજ કેમ્પસ કાજ ખાતે શરૂ કરવામાં આવેલ છે તેમજ હેલ્પ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે એડમિશન અંગેનું ફોર્મ ભરી આપવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ