ખેત બચાઓ અભિયાન' અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા ખેતીલક્ષી તાલીમ યોજાઇ
ગીર સોમનાથ, 03 જૂન (હિ.સ.) સંતુલિત ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા તા.૩૦ મે અને ૦૧ જૂન એમ બે દિવસીય ખેતીલક્ષી તાલીમ જિલ્લાના સિલોજ, વાસોજ, સરા અને થોરડી ખાતે યોજાઇ હતી. ઉના તાલુકાના સિલોજ ગામ
ખેત બચાઓ અભિયાન' અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા


ગીર સોમનાથ, 03 જૂન (હિ.સ.) સંતુલિત ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા તા.૩૦ મે અને ૦૧ જૂન એમ બે દિવસીય ખેતીલક્ષી તાલીમ જિલ્લાના સિલોજ, વાસોજ, સરા અને થોરડી ખાતે યોજાઇ હતી.

ઉના તાલુકાના સિલોજ ગામ ખાતે ૨૫ ખેડૂતો, વાસોજ ગામ ખાતે ૧૫ ખેડૂતો તથા સૂત્રાપાડા તાલુકાના સરા ગામ ખાતે ૧૮ ખેડૂતો અને થોરડી ગામ ખાતે ૪૩ ખેડૂતોએ આ તાલીમમાં ખાતરનો સંતુલિત ઉપયોગ, પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ વિષયો પર માહિતી મેળવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક વિજ્ઞાન વિષય નિષ્ણાંત મનીષભાઈ બલદાણિયાએ જમીન ચકાસણીનું મહત્વ અને તેના દ્વારા ખેતી ખર્ચમાં થતા ઘટાડા વિશે માહિતી આપી હતી.

કૃષિ વિસ્તરણ વિષય નિષ્ણાંત શ્રી પૂજાબેન નકુમ દ્વારા સંતુલિત ખાતર ઉપયોગના ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સંતુલિત ખાતરના ઉપયોગથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તામાં વધારો થાય છે. કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ સાથે તાલીમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande