
ગીર સોમનાથ 03 જૂન (હિ.સ.) ભારત સરકારદ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ઉનાળુ મગ પાક માટે રૂ.૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવાનું આયોજન છે.
જિલ્લામાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા તા.૨૭/૦૫/૨૦૨૬ થી તા.૧૦/૦૬/૨૦૨૬ (દિન-૧૫) સુધી ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેન્ટીકેશન L1 POS based Blometric machine (થમ્બ ઈમ્પ્રેશન)/ફેસ ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરીને VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવી રહેલ છે.
વધુમાં, ખેડૂતોએ ટેકાના ભાવે ખેત જણસીના વેચાણ માટે નોંધણી કરાવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે તેમજ ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવામાં આવનાર હોઈ, ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અને તેમાં તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવી લેવાના રહેશે.
જે માટે ખેડૂતો પોતાની સુવિધા મુજબ બે રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ખેડૂત પોતે જ પોતાના સ્માર્ટફોન દ્વારા gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે અથવા ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
આ રજીસ્ટ્રેશન માટે ખેડૂતે માત્ર પોતાનું આધાર કાર્ડ, આધાર સાથે લિન્ક થયેલો મોબાઈલ નંબર અને જમીનની વિગતોમાં સર્વે નંબર સાથે રાખવાના હોય છે. આમ, ઉનાળુ મગનું વાવેતર કરેલ વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરવા અનુરોધ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ