
ગીર સોમનાથ 3 જૂન (હિ.સ.) વેરાવળ સાંઈબાબા મંદિર પાસે ભવ્ય પ્રવેશ ભૂમિ પૂજન કરતા પાલીકા પ્રમુખના વેરાવળ ખાતે ગિરનાર તીર્થ ઉદ્ધારક સમિતિ દ્વારા નિર્મિત વેરાવળ થી ડારી જતા રાજમાર્ગ ઉપર સાંઈબાબાના મંદિર પાસે ભવ્ય પ્રવેશ દ્વાર નું ભૂમિ પૂજન વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના પ્રમુખ નરેશભાઈ ગોહેલના વરદ હસ્તે થયું આ પ્રસંગે ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ શાહ, કાઉન્સિલર કમળાબેન દામજીભાઈ ફોફંડી , શીલાબેન ભંભાણીના પ્રતિનિધિ વિનુભાઈ, ભુપતભાઈ કોડીયાતર, પ્રભુદાસ ભાઈ કોટિયા તેમજ વોર્ડ નં.૮ ના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં શ્રી સાઈબાબા મંદિર ના ટ્રસ્ટી પ્રતિનિધિ દ્વારા નગર પાલીકા પ્રમુખ નરેશભાઈ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ શાહનું સન્માન કરવામાં આવેલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ