વેરાવળ પાલીકા દ્વારા વરસાદી પાણી નિકાલ-સફાઈ કામગીરી હાથ ધરાઈ
ગીર સોમનાથ,03 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના વેરાવળ વોર્ડ નં ૭ માં ધાણા વર્ષોથી વર્ષાઋતુ દરમ્યાન એસ.બી.આઈ.બેન્ક પાછળ આવેલ વાણંદ સોસાયટી સહિત ૬૦ ફૂટ રોડ પર ભારે વરસાદ થાય ત્યારે વરસાદી પાણી અહીં ભરાય છે અને આ વિસ્તારમાં રહેતા રહેવાસ
વેરાવળ વોર્ડ નં ૭ પાલીકા દ્વારા વરસાદી પાણી નિકાલ-સફાઈ કામગીરી


ગીર સોમનાથ,03 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના વેરાવળ વોર્ડ નં ૭ માં ધાણા વર્ષોથી વર્ષાઋતુ દરમ્યાન એસ.બી.આઈ.બેન્ક પાછળ આવેલ વાણંદ સોસાયટી સહિત ૬૦ ફૂટ રોડ પર ભારે વરસાદ થાય ત્યારે વરસાદી પાણી અહીં ભરાય છે અને આ વિસ્તારમાં રહેતા રહેવાસી ઓના ઘરમાં પાણી ભરાય જાય છે. અને નુકસાની સહન કરવાનો વારો આવે છે તેમજ ઉપર સોસાયટી માંથી પાણી અહીં જ આવે છે. બેંક પાસે આવેલ ગટર માંથી આ વરસાદી પાણીનો નિકાલ થાય છે.

આ બાબતે વેરાવળ નગર પાલીકા પ્રમુખ નરેશ ગોહેલને રૂબરૂ મળી રજૂઆત કરતા પાલિકાના લગતા ડિપાર્ટમેન્ટને સૂચના આપી વરસાદી પાણી નિકાલ માટે ડ્રેનેજ લાઇન તેમજ ગટર સફાઈની સૂચના આપી કામગીરી હાથ ધરવામાં આવેલ. આ તકે વોર્ડ નં ૭ ના કાઉન્સિલર પણ આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લઈ તે પણ ત્યાં સપોર્ટ ઉપર હાજર રહી અત્યારે કામગીરી ઝડપથી ચાલી રહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande