ઈરાનના હુમલાઓથી કુવૈત, બહેરીનમાં અફરાતફરી, અમેરિકી સેનાએ ડ્રોન-મિસાઈલ તોડી પાડ્યા, લેબનાનમાં ધમાકા
કુવૈત સિટી/મનામા/બેરૂત/વોશિંગ્ટન, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલા શાંતિ સમજૂતીના પ્રયાસો વચ્ચે કુવૈત અને બહેરીન પર હવાઈ હુમલો કરીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. કુવૈત અને બહેરીન અમેરિકાના સહયોગી દેશો છે. બંને જગ્યાએ અમ
કુવૈત એરપોર્ટ


કુવૈત સિટી/મનામા/બેરૂત/વોશિંગ્ટન, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલા શાંતિ સમજૂતીના પ્રયાસો વચ્ચે કુવૈત અને બહેરીન પર હવાઈ હુમલો કરીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. કુવૈત અને બહેરીન અમેરિકાના સહયોગી દેશો છે. બંને જગ્યાએ અમેરિકાના સૈન્ય ઠેકાણાં છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ સ્વીકાર્યું છે કે, તેણે આ દેશોમાં અમેરિકી ઠેકાણાંને નિશાન બનાવ્યા છે. ઈરાન આ સમયે લેબનાન પર થઈ રહેલા ઈઝરાયેલી હુમલાઓથી ગુસ્સે ભરાયું છે. ઈઝરાયેલ લેબનાનમાં જડ જમાવી ચૂકેલા ઈરાન સમર્થક આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ઠેકાણાંને તહસ-નહસ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને હુમલા રોકવાની અપીલ બેઅસર સાબિત થઈ છે.

કુવૈત ટાઈમ્સ, ગલ્ફ ન્યૂઝ અને અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, કુવૈતની હવાઈ સુરક્ષા પ્રણાલી આ સમયે દુશ્મનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો જવાબ આપી રહી છે. કુવૈતી સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે મંગળવારે મોડી રાત્રે જાહેરાત કરી કે દેશ પર ડ્રોન અને મિસાઈલ હુમલો થયો છે. તેમણે કહ્યું કે હવાઈ સુરક્ષા પ્રણાલીઓ દુશ્મનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો જવાબ આપી રહી છે. જનરલ સ્ટાફે બાદમાં એક નિવેદનમાં કહ્યું કે, હજુ પણ ધમાકા થઈ રહ્યા છે.

અમેરિકી સેનાએ આ હુમલાઓનો જોરદાર મુકાબલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, તેણે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને 'હરાવી દીધા' છે. તેણે પોતાના પડોશી દેશો પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓની એક સંપૂર્ણ શૃંખલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધી છે. સાથે જ ઈરાનના કેશમ દ્વીપ પર આત્મરક્ષામાં જવાબી હુમલા કર્યા છે. સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં કહ્યું, ઈરાને પડોશી દેશો તરફ ઘણી બેલિસ્ટિક મિસાઈલો છોડી. તેમાંથી કોઈ પણ પોતાના નિર્ધારિત નિશાન પર પહોંચી શકી નહીં. કુવૈત પર છોડવામાં આવેલી બે ઈરાની મિસાઈલો પોતાના લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ પડી ગઈ અથવા રસ્તામાં જ તૂટીને વિખેરાઈ ગઈ. બહેરીન પર છોડવામાં આવેલી ત્રણ મિસાઈલોને અમેરિકા અને બહેરીનની હવાઈ સુરક્ષા પ્રણાલીઓએ વચ્ચે જ રોકી લીધી.

બહેરીનના ગૃહ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, હુમલાની આહટ મળતા જ સુરક્ષા સાયરન વગાડવામાં આવ્યા. મંત્રાલય અનુસાર, બહેરીને પોતાનો હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધો છે અને નાગરિક ઉડાનોને રોકી દીધી છે. આ દરમિયાન કુવૈતના ગૃહ મંત્રાલયે જનતાને અપીલ કરી કે તેઓ કોઈ પણ મિસાઈલના ટુકડા, શંકાસ્પદ વસ્તુ કે કાટમાળની નજીક ન જાય અને ન તો તેમને સ્પર્શ કરે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે, તેની સેનાએ એક ખાલી તેલ ટેન્કરને નિષ્ક્રિય કરી દીધું છે. આ ટેન્કર અરબ ખાડીમાં સ્થિત એક ઈરાની બંદરગાહ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કમાન્ડે કહ્યું કે, એક અમેરિકી વિમાને બોત્સવાનાના ધ્વજવાળા એમટી લેક્સીના એન્જિન કક્ષ પર હેલફાયર મિસાઈલ છોડી. આનાથી ટેન્કર ખર્ગ દ્વીપ સુધી પહોંચી શક્યું નહીં. નાકાબંધી લાગુ થયા પછી અમેરિકી સેનાએ અત્યાર સુધી છ કોમર્શિયલ જહાજોને નિષ્ક્રિય કરી દીધા છે અને 122 અન્ય જહાજોનો રસ્તો બદલવા મજબૂર કર્યા છે.

લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, મંગળવારે દક્ષિણી લેબનાન પર થયેલા ઈઝરાયેલી હુમલાઓમાં પાંચ લોકો માર્યા ગયા, જેમાં એક બાળક પણ સામેલ છે અને 48 લોકો ઘાયલ થયા. મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, આ હુમલાઓમાં ઘાયલ થનારાઓમાં તેબનિન સરકારી હોસ્પિટલના એક ડોક્ટર અને પાંચ કર્મચારી સામેલ છે. ધમાકાઓથી આ હોસ્પિટલને પણ નુકસાન પહોંચ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande