ચોમાસા પૂર્વે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રની અપીલ, પૂર-વાવાઝોડા સહિતની આપત્તિઓની સમયસર ચેતવણી માટે ‘સચેત’ એપ અપનાવવા અનુરોધ
જુનાગઢ,3 જૂન (હિ.સ.) ચોમાસાની ઋતુની શરૂઆતને ધ્યાનમાં રાખીને તથા પૂર, ભારે વરસાદ, વાવાઝોડું, ભૂકંપ, વીજળી પડવી, ભૂસ્ખલન સહિતની સંભવિત કુદરતી આપત્તિઓ અંગે સમયસર અને વિશ્વસનીય માહિતી નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ
ચોમાસા પૂર્વે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રની અપીલ, પૂર-વાવાઝોડા સહિતની આપત્તિઓની સમયસર ચેતવણી માટે ‘સચેત’ એપ અપનાવવા અનુરોધ


જુનાગઢ,3 જૂન (હિ.સ.) ચોમાસાની ઋતુની શરૂઆતને ધ્યાનમાં રાખીને તથા પૂર, ભારે વરસાદ, વાવાઝોડું, ભૂકંપ, વીજળી પડવી, ભૂસ્ખલન સહિતની સંભવિત કુદરતી આપત્તિઓ અંગે સમયસર અને વિશ્વસનીય માહિતી નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ભારત સરકારની ‘સચેત (SACHET)’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરવામાં આવે છે.

ભારત સરકારની NMDA દ્વારા વિકસાવવામાં આવેલી ‘સચેત’(SACHET) એપ ચોમાસાની શરૂઆત અને સંભવિત આફતો વચ્ચે નાગરિકોના જીવન અને માલસામાનની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ ‘સચેત’ એપમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી, ભૂસ્ખલન, જંગલ આગ, વીજળી પડવી સહિત વિવિધ આપત્તિઓ અંગેની અધિકૃત ચેતવણીઓ ઉપલબ્ધ થાય છે. ઉપરાંત ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી થતી હવામાન આગાહી, દૈનિક હવામાન અહેવાલ, Do's & Don'ts, હેલ્પલાઇન નંબરો અને અસરગ્રસ્ત વિસ્તારની માહિતી પણ ઉપલબ્ધ છે.

‘સચેત’ એપ ગુજરાતી સહિત 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી દરેક નાગરિક સરળતાથી માહિતી મેળવી શકે છે.

જૂનાગઢ જિલ્લામાં વસતા તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂત મિત્રો, પ્રવાસીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને પોતાના મોબાઇલ ફોનમાં ‘સચેત’ એપ ડાઉનલોડ કરીને સક્રિય રાખવા અનુરોધ કરવામાં આવે છે, જેથી આપત્તિની સ્થિતિમાં સમયસર ચેતવણી પ્રાપ્ત કરી શકાય અને જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ એપને ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોરમાં (SACHET) સર્ચ કરીને અથવા સત્તાવાર લિંક https://sachet.mdma.gov.in/DownloadMobile App માંથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande