સરસ્વતી તાલુકાના સરિયદમાં મધરાત્રીના વાવાઝોડાથી ભારે તબાહી, લાખોનું નુકસાન
પાટણ, 03 જૂન (હિ.સ.) સરસ્વતી તાલુકાના સરિયદ ગામમાં મધરાતે આવેલા વિનાશક વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાની તીવ્રતાના કારણે અર્બુદા જિનના ત્રણ શેડના 100થી વધુ પતરા ઉડી ગયા હતા. ઉપરાંત જિનમાં આવેલા ચાર ગોડાઉનના શેડ પણ ધરાશાયી થયા હતા, જેના ક
સરસ્વતી તાલુકાના સરિયદમાં મધરાત્રીના વાવાઝોડાથી ભારે તબાહી, લાખોનું નુકસાન


પાટણ, 03 જૂન (હિ.સ.) સરસ્વતી તાલુકાના સરિયદ ગામમાં મધરાતે આવેલા વિનાશક વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાની તીવ્રતાના કારણે અર્બુદા જિનના ત્રણ શેડના 100થી વધુ પતરા ઉડી ગયા હતા. ઉપરાંત જિનમાં આવેલા ચાર ગોડાઉનના શેડ પણ ધરાશાયી થયા હતા, જેના કારણે ત્યાં સંગ્રહિત કૃષિ ઉત્પાદનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરું, વરિયાળી, કપાસ, ઘઉં, તલ અને એરંડા સહિત 20થી વધુ પ્રકારના બિયારણ અને જણસને અંદાજે 30થી 40 ટકા નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અર્બુદા જિનના માલિક રમેશભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર શેડ અને માલસામાનને મળીને 25 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

વાવાઝોડાની અસર માત્ર જિન સુધી સીમિત રહી નહોતી. સરિયદ વિસ્તારના અનેક કાચા મકાનો અને શેડના પતરા પણ ઉડી ગયા હતા. અનેક સ્થળોએ ખેડૂતો અને પશુપાલકોને પણ નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ ઉઠાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande