
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સવારે એક્સ હેન્ડલ પર નાગરિક એકતાની તાકાતને રેખાંકિત કરી. તેમણે શેર કરેલા સુભાષિતમ્માં કહ્યું કે, તેનાથી દેશની શક્તિ વધી જાય છે. રાષ્ટ્ર પ્રગતિના શિખર પર પહોંચી જાય છે. તેમણે ''धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च। धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥'' નો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, ''જ્યારે નાગરિકો એકતા અને પરસ્પર સહયોગના સૂત્રમાં બંધાય છે, ત્યારે રાષ્ટ્રની શક્તિ અનેકગણી વધી જાય છે. ભારતવાસીઓના આ જ સામૂહિક સંકલ્પથી આજે દેશ પ્રગતિની નિત-નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે.'' પ્રધાનમંત્રીએ ''धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च। धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥'' શ્લોકનો ઉલ્લેખ મહાભારતના ઉદ્યોગ પર્વ (પ્રજાગર પર્વ) માંથી કર્યો છે.
આ પ્રસિદ્ધ શ્લોક છે. આ એકતા (સંગઠન) ના મહત્વને દર્શાવે છે. આ શ્લોક સંગઠનની શક્તિને રેખાંકિત કરે છે. આ આપણને શીખવે છે કે, જે રીતે એકસાથે રહેલી લાકડાંની આગ અંધકારને ચીરી નાખે છે અને ભયંકર ગરમી ઉત્પન્ન કરે છે, તે જ રીતે સમાજ અને પરિવારના લોકો જ્યારે પરસ્પરના મતભેદો ભૂલીને એકજૂટ થાય છે, ત્યારે મોટીથી મોટી મુશ્કેલીનો પણ સરળતાથી સામનો કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ