સર્વોચ્ચ અદાલતે અરાવલીની પરિભાષા નક્કી કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). સર્વોચ્ચ અદાલતે અરાવલી પર્વતમાળાની પરિભાષા નક્કી કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે પાંચ સભ્યોની સમિતિનું ગઠન કર્યું છે. કોર્ટે ઉચ્ચસ્તરીય સમિતિને 31 ઓગસ્ટ સુધીમાં
સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). સર્વોચ્ચ અદાલતે અરાવલી પર્વતમાળાની પરિભાષા નક્કી કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે પાંચ સભ્યોની સમિતિનું ગઠન કર્યું છે. કોર્ટે ઉચ્ચસ્તરીય સમિતિને 31 ઓગસ્ટ સુધીમાં વિસ્તૃત અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સમિતિની અધ્યક્ષતા ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (આઇસીએફઆરઇ) ના મહાનિર્દેશક કંચન દેવી કરશે. કંચન દેવી ઉપરાંત, આ સમિતિમાં ભારતીય વન સર્વેક્ષણના પૂર્વ મહાનિર્દેશક ડૉ. સુભાષ આશુતોષ, ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના પૂર્વ નિર્દેશક ડૉ. રાજેન્દ્ર કુમાર શર્મા, પર્યાવરણ મંત્રાલયના પૂર્વ સંયુક્ત સચિવ બ્રિજ મોહન સિંહ રાઠોર અને દિલ્હી વિશ્વવિદ્યાલયના વનસ્પતિ વિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ અશોક ભટનાગરનો સમાવેશ થશે.

કોર્ટે આ સમિતિને મદદ કરવા માટે બે નિષ્ણાતોને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો. વિશેષ આમંત્રિતોમાં બેંગલુરુ સ્થિત માનવ વસાહતો માટેની ભારતીય સંસ્થાના પ્રોફેસર જગદીશ કૃષ્ણસ્વામી અને હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રોફેસર લક્ષ્મીકાંત શર્માને નિયુક્ત કર્યા છે. કોર્ટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયને નિર્દેશ આપ્યો કે, તેઓ આ સમિતિના સભ્ય સચિવ માટે પોતાના મંત્રાલયમાંથી નિર્દેશક સ્તરના કોઈ અધિકારીને નામાંકિત કરે.

26 ફેબ્રુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તે નિષ્ણાતોનો અભિપ્રાય લેશે, કે શું અરાવલી વિસ્તારમાં ખનનની મંજૂરી આપી શકાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિષ્ણાતોના નામ સૂચવવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, તે નિષ્ણાતોને પૂછશે કે જો અરાવલી વિસ્તારમાં ખનનની મંજૂરી આપી શકાય છે, તો કઈ હદ સુધી. સાથે જ, તેની દેખરેખ કોણ કરશે. કોર્ટે આ મામલે હાજર રહેલા વકીલોને પણ કહ્યું હતું કે, તેઓ સમિતિ બનાવવા માટે નિષ્ણાતોના નામ સૂચવે. કોર્ટ નિષ્ણાતોના અભિપ્રાયનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે, જેમાં અરાવલી ટેકરીઓ અને અરાવલી પર્વતમાળાની પરિભાષા, સો મીટરની ઊંચાઈની સીમાની અસરનો સમાવેશ થશે. કોર્ટ એ વાત પર પણ વિચાર કરશે, કે શું ટેકરીઓ વચ્ચે પાંચ સો મીટરના અંતરાલમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના નિયંત્રિત ખનનની મંજૂરી આપી શકાય છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અરાવલીને લઈને અગાઉ આપવામાં આવેલા તે આદેશ પર લાગેલો પ્રતિબંધ ચાલુ રહેશે, જેમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને અરાવલી માનવાની વાત કહેવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande