
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઓસ્લોમાં ચાલી રહેલા નોર્વે શતરંજ 2026ના આઠમા રાઉન્ડમાં ભારતના ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે શાનદાર પ્રદર્શન કરતા પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવીને ખિતાબની દોડને વધુ રોમાંચક બનાવી દીધી.
આ ટુર્નામેન્ટમાં બીજી વાર બન્યું છે કે, પ્રજ્ઞાનાનંદે કાર્લસનને હરાવ્યા છે. આ પહેલા પણ તેમણે ચોથા રાઉન્ડમાં કાર્લસનને હરાવ્યા હતા.
આ જીત સાથે પ્રજ્ઞાનાનંદના હવે 12 અંક થઈ ગયા છે અને તે અંકતાલિકામાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. સ્પર્ધામાં હવે ફક્ત બે રાઉન્ડ બાકી છે અને ભારતીય ખેલાડી ટોચના સ્થાનથી માત્ર બે અંક પાછળ છે.
અમેરિકાના વેસ્લી સો 14 અંકો સાથે ટોચ પર યથાવત છે, જ્યારે ફ્રાન્સના અલીરજા ફિરોઝજા 13 અંકો સાથે બીજા સ્થાને છે.
જ્યારે ઓપન વર્ગમાં ભારતના અન્ય ખેલાડી ડી. ગુકેશને, આ રાઉન્ડમાં અલીરજા ફિરોઝજા સામે હારનો સામનો કરવો પડ્યો. ગુકેશ હાલમાં 8 અંકો સાથે છેલ્લા સ્થાને છે, જ્યારે કાર્લસન તેમનાથી ફક્ત એક અંક આગળ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ