નવરંગ સંસ્થા અને લાયન્સ કલબ દ્વારા સૂર સંગમ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 03 જૂન (હિ.સ.)પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા ત્રણ વર્ષ પહેલાં નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં
નવરંગ સંસ્થા અને લાયન્સ કલબ દ્વારા સૂર સંગમ કાર્યક્રમ યોજાયો.


નવરંગ સંસ્થા અને લાયન્સ કલબ દ્વારા સૂર સંગમ કાર્યક્રમ યોજાયો.


નવરંગ સંસ્થા અને લાયન્સ કલબ દ્વારા સૂર સંગમ કાર્યક્રમ યોજાયો.


નવરંગ સંસ્થા અને લાયન્સ કલબ દ્વારા સૂર સંગમ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 03 જૂન (હિ.સ.)પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા ત્રણ વર્ષ પહેલાં નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે સંગીત કલાને સ્ટેજ આપવા માટે નવરંગ સંસ્થા અને લાયન્સ કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના સહયોગથી સૂર સંગમ ધ મ્યુઝિક ફેસ્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો.

આ સંગીત કાર્યક્રમમાં 32 જેટલા નવોદિત કલાકારોએ હિન્દી ગીતો, ગુજરાતી ગીતો, ગઝલ, કવાલી, ભજન, લોકગીત વગેરે સંગીતના તમામ પ્રકારો એકજ સ્ટેજ ઉપરથી રજૂ કરી ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંગીતના તાલે ડોલાવી દીધી હતી.

આ સંગીત કાર્યક્રમમાં 60 જેટલા સંગીતના શોખીનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી ફાઇનલ કાર્યક્રમ માટે પ્રિસિલેક્શનમાં પોરબંદરના 32 જેટલા નવોદિત કલાકારોએ પોતાની સંગીત કલાને પ્રસ્તુત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ નવોદિત કલાકારોને કપિલભાઈ જોશી, રવિભાઈ એરડા અને સલીમભાઈ સહિતના રિધમિસ્ટ દ્વારા સૂર તાલ સહિતની સમજ આપી ફાઇનલ કાર્યક્રમ માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોરબંદર મહાનગર પાલિકાના મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનિષ શિયાળ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, સીટી મામલતદાર ભરતભાઈ સંચાણીયા, કમલાબાગ પોલીસ ઇન્સપેક્ટર રામ આહીર તથા અનેક સામાજિક આગેવાનોએ કાર્યક્રમના અંત સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દરેક નવોદિત કલાકારોને સાંભળી ખૂબ પ્રભાવિત થયા હતા. પોરબંદરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે નવરંગ અને લાયન્સ કલબ બંને ટીમોને અભિનંદન આપી બિરદાવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા, લાયન્સ કલબના પ્રમુખ અજય દત્તાણી, સંયોજક રાજુભાઈ લાખાણી, દુર્ગેશ ઓઝા, કિશન દાવડા, લાખણશી આગઠ અને નવરંગ તથા લાયન્સ કલબની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજાબેન રાજાએ કર્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande