ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો વિવાદ, ફેન્સિંગ કરી બંધ કરી દેતા રહીશોની અવરજવર મુશ્કેલ બની.
પાટણ, 03 જૂન (હિ.સ.)પાટણના વોર્ડ નં. 10માં વીચુ ખાડ વિસ્તાર, લાલેશ્વર પાર્ક પાછળ અને ભીલપતિ મંદિર આગળ આવેલા માર્ગને લઈને વિવાદ સર્જાયો છે. નગરપાલિકાએ આશરે 12થી 18 મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ સ્થાનિક આસામી જીગર પટેલે ફેન્સિંગ કરી બં
ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો વિવાદ, ફેન્સિંગ કરી બંધ કરી દેતા રહીશોની અવરજવર મુશ્કેલ બની.


પાટણ, 03 જૂન (હિ.સ.)પાટણના વોર્ડ નં. 10માં વીચુ ખાડ વિસ્તાર, લાલેશ્વર પાર્ક પાછળ અને ભીલપતિ મંદિર આગળ આવેલા માર્ગને લઈને વિવાદ સર્જાયો છે. નગરપાલિકાએ આશરે 12થી 18 મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ સ્થાનિક આસામી જીગર પટેલે ફેન્સિંગ કરી બંધ કરી દેતા રહીશોની અવરજવર મુશ્કેલ બની છે.

આ મામલે કોર્પોરેટર વિપુલ ઠક્કરે તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. જીગર પટેલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે જે જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો છે તે તેમની ખાનગી માલિકીની જમીન છે અને આ અંગે તેમણે અગાઉ નગરપાલિકામાં લેખિત રજૂઆત પણ કરી હતી.

જીગર પટેલના જણાવ્યા મુજબ, પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની જાણ તથા સંમતિ બાદ જ ફેન્સિંગ કરવામાં આવ્યું છે. ઘટનાને લઈને કોર્પોરેટર વિપુલ ઠક્કરે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠાવી સમગ્ર મામલે કડક તપાસની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande