ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ઘાસચારા નાભાવમાં વધારો થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા.
ભાવનગર, 03 જૂન (હિ.સ.)ડીઝલના ભાવમાં સતત વધારાથી ભરૂચ સુરત અને ઉત્તર ગુજરાત માંથી આવતા લીલા અને સૂકી ઘાસચારા ના ભાવ આસમાને થતા પશુપાલકો મુશ્કેલીઓ માં મુકાયા છે હાલ ડીઝલ મોંઘુ થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ વધતા પશુઓ માટેનો લીલો અને સૂકા ઘાસચારા
ભાવનગર


ભાવનગર, 03 જૂન (હિ.સ.)ડીઝલના ભાવમાં સતત વધારાથી ભરૂચ સુરત અને ઉત્તર ગુજરાત માંથી આવતા લીલા અને સૂકી ઘાસચારા ના ભાવ આસમાને થતા પશુપાલકો મુશ્કેલીઓ માં મુકાયા છે હાલ ડીઝલ મોંઘુ થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ વધતા પશુઓ માટેનો લીલો અને સૂકા ઘાસચારાના ભાવમાં પણ વધારો થતા પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે પંદર દિવસ પૂર્વે લીલુ ઘાસચારો 60 રૂપિયા જેવા ભાવે મળતો હતો તે હવે 90 થી 100 રૂપિયા આસપાસ થઈ જતા પશુઓ માટે નિરણ મોંઘી પડી રહી છે ત્યારે લીલા અને સૂકા ઘાસચારાના ભાવ માં નિયંત્રણ કરવામાં આવે તેવી માંગા પશુપાલકો કરી રહ્યા છે

લીલા અને સૂકા ઘાસચારામા ભાવ વધારો થતા વેપારીઓ પણ ચિંતિત બન્યા છે વધારાના કારણે વેપારીઓને પણ વેપાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે ઉપરથી જ ભાવ વધીને આવે છે જેના કારણે ધંધામાં તેની સીધી અસર જોવા મળી રહી છે સાથે દાણ અને ખાણ ના ભાવ પણ વધી રહિયા છે જેને કારણે પશુપાલકો પશુઓ માટે ઓછી નિણ લેવાનો આગ્રહ કરી રહિયા છે.લીલી જુવાર ના 20 કિલો ના ભાવ 90 થયા તો સૂકી કડબનો ભાવ 300 રૂપિયા થઈ જતા પશુપાલકો માં ચિંતા થઈ રહી છે. હાલ ઉનાળાની ઋતુમાં અનેક ખેતરો ખાલી હોય જેના કારણે ઘાસ ચારો વેચાતો લેવો પડતો હોય છે.

આ અંગે ખેડૂત આગેવાન દલપતભાઈ સરવૈયાએ જણાવ્યું કે પશુપાલકો હાલ ઉનાળાની ઋતુમાં માંડ માંડ કરીને પશુઓનું ભરણપોષણ કરતા હોય છે. પરંતુ હાલ જોઈએ તો ડીઝલના ભાવમાં વધારો થયો છે અને વચ્ચે ડીઝલની તંગી પણ જોવા મળી હતી જેના કારણે જે નિરણ અગાઉ 50થી લઈને 60 રૂપિયાની આસપાસ મણ મળતી હતી તેનો ભાવ 80 રૂપિયા સુધીનો થઈ ગયો છે જેથી પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેની સામે પશુપાલકોને દૂધ કે ઘી ના ભાવમાં વધારો મળતો નથી. સૂકા ઘાસચારામાં પણ 50 રૂપિયા કરતા વધુનો વધારો આવ્યો છે.

આ અંગે પશુપાલક મુકેશભાઈ સાવલિયાએ જણાવ્યું ડીઝલની તંગી વચ્ચે ઘાસચારાના ભાવમાં વધારો નોંધાયો છે અહીંના ખેડૂતોના ખેતર ખાલી છે ત્યારે અન્ય વિસ્તારોમાંથી વેપારીઓ અહીંયા વેચાણ કરવા માટે આવી રહ્યા છે ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે જેના કારણે ઘાસચારાના ભાવમાં પણ વધારો નોંધાયો છે.40 કરતા પણ વધુ નો વધારવા આવ્યો છે ખાસ તો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે આ દરમિયાન ખેતરો ખાલી હોય છે અને પશુઓનો ચારો અનેક પશુપાલકોને વેચાતો લેવો પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande