
પોરબંદર, 03 જૂન (હિ.સ.)પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસની પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.સુતારવાડા નાકા નજીક ફરજ દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનને મળી આવેલ આશરે રૂ. 20 હજાર કિંમતનો મોબાઇલ ફોન ટ્રાફિક પોલીસની મદદથી તેના મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મોબાઇલ પરત મળતા માલિકે ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રાફિક બ્રિગેડ જયેશભાઈ ગોવિંદભાઇ શિગરખીયા પોતાની ફરજ સુતારવડાના નાંકે હાજર હતા તે દરમ્યાન બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ સુતારવાડા નાકા તરફના રસ્તા ઉપરથી એક મોબાઇલ ફોન મળી આવતા જે ફોન જોતા વીવો કંપનીનો વી-ટવેન્ટી હોય જે ફોન બાબતે આજુબાજુમાં તપાસ કરતા કોઈ મળી આવેલ નહિ આથી આ ફોન લઇને ટ્રાફિક ઓફિસે પોલીસ હેડ કોન્સ.અશોકભાઈ ગોંડલીયાને જાણ કરેલ હતી ત્યારબાદ અશોકભાઈએ મુળ માલિકને શોધતા આ મોબાઇલ ફોન જયભાઈ રાજેશભાઇ ચોટાઇ ઉવ.20 રહે. માણેક ચોક પોરબંદર વાળાનો હોય જેથી તેઓને સંપર્ક સાધી ટ્રાફિક ઓફિસ ખાતે બોલાવી આ વીવોકંપનીનો વી-ટવેન્ટી આશરે કિ.રૂા. 20,000નો મોબાઇલ ફોન જયભાઈને સોંપી આપતા તેઓએ ટ્રાફિક બ્રિગેડ જયેશભાઇ શિગરખીયા તથા ટ્રાફિક પોલીસનો ખુબ જ ખુશી સાથે આભાર વ્યક્ત કરેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya