વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વલસાડમાં ભવ્ય સાયકલ રેલી, ‘ફિટ ઇન્ડિયા’નો સંદેશ અપાયો
વલસાડ, 03 જૂન (હિ.સ.) વિશ્વ સાયકલ દિવસ-૨૦૨૬ની ઉજવણી નિમિત્તે MY Bharat, વલસાડ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેશન ફર્સ્ટ આહવાન અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સન્ડેઝ ઓન સાયકલ અભિયાન અંતર્ગત
વલસાડમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે MY Bharat દ્વારા યોજાયેલી સાયકલ રેલીમાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો.


વલસાડ, 03 જૂન (હિ.સ.) વિશ્વ સાયકલ દિવસ-૨૦૨૬ની ઉજવણી નિમિત્તે MY Bharat, વલસાડ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેશન ફર્સ્ટ આહવાન અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સન્ડેઝ ઓન સાયકલ અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વલસાડ સર્કિટ હાઉસથી શરૂ થયેલી સાયકલ રેલી તિથલ બીચ સુધી પહોંચી હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્યપ્રદ જીવનશૈલી, શારીરિક તંદુરસ્તી, પર્યાવરણ સંરક્ષણ અને સક્રિય નાગરિકતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ કે. પટેલ પણ સાયકલ રેલીમાં જોડાયા હતા. તેમણે સહભાગીઓને સંબોધતા જણાવ્યું હતું કે સાયકલિંગ સ્વસ્થ જીવનશૈલી તરફનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે MY Bharat દ્વારા યુવાનોમાં તંદુરસ્તી અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

MY Bharat વલસાડના જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીએ તમામ સહભાગીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરી ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુવાનોને નેશન ફર્સ્ટના સંકલ્પને સાકાર કરવા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ડૉ. કલ્પેશ જોષી, નિતેશ પટેલ, ડૉ. નિલેશ તાલેકર, પિયુષ ટંડેલ, સંકેત પટેલ તથા નેચર ક્લબ વલસાડના પ્રિતેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં MY Bharatના સ્વયંસેવકો હેતલ ઘનશ્યામ શર્મા, અદિતિ પટેલ, મીત પટેલ, નિમેષ સેવક, ગણપત રાઠોડ અને આકાશ પાંડે દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande