સાબરકાંઠાના પોશીનામાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ,03 જૂન (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક
Sudden weather change in Poshina of Sabarkantha, heavy rain with hail


અમદાવાદ,03 જૂન (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પોશીનાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અમરાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો અને પંચાળ બાબરા પંથકમાં વરસાદી છુટા છવાયા ઝાપટા જોવા મળ્યા હતાં. અમરેલી જિલ્લાના ખડ ખંભાળિયા લાપાળીયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા કરા સાથે વરસાદ પડ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande