આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ.
પોરબંદર, 04 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગવર્નિંગ બોડી, જિલ્લા ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિ
આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ.


આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ.


આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ.


પોરબંદર, 04 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગવર્નિંગ બોડી, જિલ્લા ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ આરોગ્ય વિભાગની વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત રીતે લોકો સુધી પહોંચે તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન એએનસી નોંધણી, સંસ્થાકીય પ્રસૂતિ (ડિલિવરી) નોંધણી, ટીબી મુક્ત ભારત અભિયાન, નિક્ષય પોષણ યોજના, બિન-ચેપી રોગો (NCD) સ્ક્રીનિંગ, પરિવાર નિયોજન કાર્યક્રમ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) કાર્ડ, આયુષ્માન વય વંદના યોજના, મોતિયાના ઓપરેશન, હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી, રસીકરણ કાર્યક્રમ, પોલિયો રાઉન્ડ તેમજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ સહિતની વિવિધ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પ્રસાદ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતા,ડીટીઓ સીમા પોપટિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande