
સુરત, 04 જૂન (હિ.સ.)- ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ), સચિન ખાતે ઓગસ્ટ-2026 સત્ર માટે વિવિધ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો તા. 23 જૂન, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ઉમેદવારો રાજ્ય સરકારના આઈટીઆઈ પ્રવેશ પોર્ટલ https://itiadmission.gujarat.gov.in પર જઈને ઘર બેઠા અરજી કરી શકશે. ધોરણ-8 પાસ અથવા તેનાથી વધુ લાયકાત ધરાવતા તેમજ ધોરણ-10 પાસ ઉમેદવારોને સંસ્થા ખાતે વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉમેદવારોએ અરજી પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજ ચકાસણી, નોંધણી, ફોટો અપલોડ, રૂ. 50ની નોંધણી ફી ભરપાઈ, પસંદગી નોંધાવવી (ચોઈસ ફિલિંગ), અરજીમાં જરૂરી સુધારા તેમજ ફોર્મ સબમિટ કરવાની કામગીરી તા. 23 જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે.
વધુ માહિતી માટે ઉમેદવારો આઈટીઆઈ પ્રવેશ પોર્ટલની મુલાકાત લઈ શકે છે અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સચિનનો સંપર્ક કરી શકે છે, તેમ સંસ્થાના આચાર્યશ્રીએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે