બોખીરા પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો.
પોરબંદર, 04 જૂન (હિ.સ.) પોરબંદરના બોખીરા સ્થિત રિલાયન્સ પેટ્રોલપંપ પર પ્લાસ્ટિક ની બોટલમાં પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સે કર્મચારી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ મથકે નોંધાઈ છે. પોરબંદરના બોખીરા ખાતે રહેતા
બોખીરા પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો.


પોરબંદર, 04 જૂન (હિ.સ.) પોરબંદરના બોખીરા સ્થિત રિલાયન્સ પેટ્રોલપંપ પર પ્લાસ્ટિક ની બોટલમાં પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સે કર્મચારી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ મથકે નોંધાઈ છે.

પોરબંદરના બોખીરા ખાતે રહેતા હરમીત આશિષ મોરી પેટ્રોલપંપ પર ફિલર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન બગવદર ખાતે રહેતો આરોપી વિજય ભોજરાજ ગોરાણીયાએ ખાલી શીશીમાં પેટ્રોલ ભરવાની માંગ કરી હતી. ત્યારે ફિલરે નિયમ મુજબ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાનો ઈનકાર કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે હરમીત મોરીને લાત મારી પછાડી દીધો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી ફરાર થઈ ગયો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande