ભાજપ ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર,સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એક
ગાંધીનગર,04 જૂન (હિ.સ.) ગુજરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે હાલ ચૂંટણી યોજાનાની છે. જે મામલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હાલ ભાજપે પોતાના 4 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપના ઉમેદવાર તરીકે રાજુ શ
ભાજપ ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર,સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એક


ગાંધીનગર,04 જૂન (હિ.સ.) ગુજરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે હાલ ચૂંટણી યોજાનાની છે. જે મામલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હાલ ભાજપે પોતાના 4 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપના ઉમેદવાર તરીકે રાજુ શુક્લા, મુકેશ રાઠવા તથા માનસિંહ પરમારસ અને જીતેન્દ્ર કંજારીયાનું નામ જાહેર કરી દીધા છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપના પ્રચંડ સંખ્યાબળને જોતા આ ચૂંટણી માત્ર ઔપચારિકતા પૂરતી જ રહે તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલની સ્થિતિમાં ચારેય બેઠકો ભાજપના ફાળે જવાની અને ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના વધુ પ્રબળ માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચના અને ઉમેદવારોના સમર્થનમાં જરૂરી આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા છે.

આ દરમિયાન તમામ ભાજપ ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, સોમવારે ભાજપના તમામ ચાર ઉમેદવારો વિજય મુહૂર્તમાં રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરશે.

આ ઉમેદવારોમાં બે સૌરાષ્ટ્રના, એક ઉત્તર ગુજરાતના અને એક મધ્ય ગુજરાતના છે.

ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર

1.રાજુભાઈ શુક્લા (ઉત્તર ગુજરાત-કડી)

2.મુકેશ રાઠવા( મધ્ય ગુજરાત)

3.માનસિંહ પરમાર (સૌરાષ્ટ્ર)

4.જીતેન્દ્ર કણઝારીયા (સૌરાષ્ટ્ર)

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિપક્ષ પાસે એક બેઠક જીતવા માટે પણ પૂરતું સંખ્યાબળ નથી. આવી સ્થિતિમાં માત્ર પ્રતીકાત્મક ઉમેદવારી નોંધાવવાનો વિકલ્પ રહી શકે, પરંતુ જીતની કોઈ વાસ્તવિક શક્યતા ન હોવાથી કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ચૂંટણી લડવામાં રસ દાખવે તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, જ્યારે 18 જૂને મતદાન યોજાશે.

વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરિફ થઈ જશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande