પાટણમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' દરમિયાન 6 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
પાટણ, 04 જૂન (હિ.સ.) : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે રાજ્ય સરકારના ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પાટણ જિલ્લા પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાનનું નેતૃત્વ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીએ કર્યું હતું. ક
પાટણમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ દરમિયાન 6 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ


પાટણ, 04 જૂન (હિ.સ.) : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે રાજ્ય સરકારના ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પાટણ જિલ્લા પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાનનું નેતૃત્વ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીએ કર્યું હતું. કાર્યવાહી માટે જિલ્લા પોલીસની વિવિધ શાખાઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને જોડીને 25 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ જિલ્લામાં આવેલા 68 જેટલા શંકાસ્પદ સ્થળો પર એકસાથે તપાસ હાથ ધરી હતી.

સઘન ચેકિંગ દરમિયાન પોલીસે કુલ 15 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તમામ મહિલાઓની વિધિવત અટકાયત કરવામાં આવી હતી. સંયુક્ત પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના વતન બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande