કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મહિલા અને બાળ સ્વાસ્થ્ય અને પોષણ જરૂરિયાતોને અવગણવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ, કેન્દ્ર સરકાર પર મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ જરૂરિયાતોને અવગણવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-6 (એન
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે


નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ, કેન્દ્ર સરકાર પર મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ જરૂરિયાતોને અવગણવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-6 (એનએફએચએસ-6) માંથી મહત્વપૂર્ણ ડેટા જાણી જોઈને છુપાવી રહી છે જે તેની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે.

ખડગેએ જણાવ્યું હતું કે, એનએફએચએસ-6 ડેટા કેન્દ્ર સરકારની અસમર્થતાને ઉજાગર કરે છે. પાંચમાંથી એક બાળક તીવ્ર કુપોષણથી પીડાય છે, એક તૃતીયાંશ ઓછું વજન ધરાવે છે, અને છ થી 23 મહિનાની વયના 84 ટકા બાળકો પૂરતું પોષણ મેળવી શકતા નથી. 15 થી 49 વર્ષની વયની 57 ટકા મહિલાઓ એનિમિયાથી પીડાય છે, અને પાંચમાંથી એક મહિલા કુપોષિત છે. તેમણે કહ્યું કે, સરકાર પસંદગીના ડેટાને દબાવવા અને પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવી યુક્તિઓનો ઉપયોગ કરે છે, જે સાચી પરિસ્થિતિને અસ્પષ્ટ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande