વડોદરા મહારાજા પ્રતાપ નગર પ્રાથમિક શાળામાં બાળકોને, મિશન ગ્રીન સ્કૂલ હેઠળ કિચન ગાર્ડનિંગ અને ખાતર બનાવતાં શીખવ્યું
વડોદરા,04 જૂન (હિ.સ.) વડોદરા મહારાજા પ્રતાપ નગર પ્રાથમિક શાળામાં બાળકોને મિશન ગ્રીન સ્કૂલ હેઠળ કિચન ગાર્ડનિંગ અને ખાતર બનાવતાં શીખવ્યું. ‘મિશન ગ્રીન સ્કૂલ’ કોન્સેપ્ટ હેઠળ દરેક બાળકને પર્માકલ્ચર, કિચન ગાર્ડનિંગ અને વેસ્ટમાંથી બેસ્ટ,ખાતર બનાવવાની
Children at Maharaja Pratap Nagar Primary School, Vadodara, were taught kitchen gardening and composting under the Mission Green School.


વડોદરા,04 જૂન (હિ.સ.) વડોદરા મહારાજા પ્રતાપ નગર પ્રાથમિક શાળામાં બાળકોને મિશન ગ્રીન સ્કૂલ હેઠળ કિચન ગાર્ડનિંગ અને ખાતર બનાવતાં શીખવ્યું. ‘મિશન ગ્રીન સ્કૂલ’ કોન્સેપ્ટ હેઠળ દરેક બાળકને પર્માકલ્ચર, કિચન ગાર્ડનિંગ અને વેસ્ટમાંથી બેસ્ટ,ખાતર બનાવવાની પ્રક્રિયા સાથે જોડ્યાં છે.

સ્કૂલના ધો.7-8ના વિદ્યાર્થીઓ ‘ગ્રીન આર્મી’ તરીકે કાર્યરત છે. જેને કારણે શાળાનાં બાળકોમાં અન્નના એક એક દાણા પ્રત્યે આદર અને સંવેદનશીલતા કેળવાઈ છે.

ભોજનની થાળી પાછળ છૂપાયેલી ખેડૂતની અથાગ મહેનતને આ બાળકો હવે પ્રેક્ટિકલી સમજી શક્યાં છે.

સાવિત્રી સોશિયલ ફાઉન્ડેશન દ્વારા બાળકોને શાળાઓમાં પર્માકલ્ચર થકી અર્બન એરિયા ડેવલપ કરવામાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરાવાય છે.

બાળકોએ શાળાની 1200 ચોમી જગ્યામાં બીટ, ગાજર, મૂળા, હળદર, મરચા, ટામેટા સહિતની શાકભાજી અને ફ્રૂટ ગાર્ડન તૈયાર કરવા તરબૂચ, કેળાં, શેતુર, આંબો સહિતના છોડની વાવણી કરી માવજત કરી રહ્યાં છે.

સંસ્થા સરકારી શાળાઓ, શિક્ષણ સમિતિ સાથે મળી આખા વર્ષ માટે શાળા દત્તક લે છે અને તેમને કિચન ગાર્ડનિંગથી લઈ એન્વાયર્ન્મેન્ટ સસ્ટેનેબિલિટીની પ્રેક્ટિસ કરાવે છે. સૌથી પહેલાં બાળકોને ખાતર બનાવતાં શીખવાડાય છે.

બાળકોને સમજાવાય છે કે, તમે પ્લાન્ટના પેરેન્ટ્સ છો. પેરેન્ટ તરીકે બાળકોને ખોરાક આપવો પડશે. જેથી બાળકોના મનમાં છોડ પ્રત્યે સંવેદના પેદા થાય છે અને તેઓ કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાનું શીખે છે.

અમે શાળામાં કિચન ગાર્ડન્સ ડેવલપ કરાવીએ છીએ. તેઓને સૌર ઊર્જા, પાણી, હવા, ઓછી જગ્યાના મહત્તમ ઉપયોગ અંગે સમજ આપીએ છીએ.

સાવિત્રી સોશિયલ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર રીના રસ્તોગીએ કહ્યું કે, બાળકોને પ્લેટમાં ખોરાક છોડતાં જોતી ત્યારે થતું કે કેવી રીતે ખોરાક પ્રત્યે સંવેદનશીલતા લાવું? તે પછી વિચાર આવ્યો કે જ્યાં સુધી બાળકો ઉગાડશે નહીં, ત્યાં સુધી કિંમત નહીં સમજે. એ જ કન્સેપ્ટ સાથે ‘મિશન ગ્રીન સ્કૂલ’ શરૂ કર્યું હતું.

સ્કૂલમાં પર્યાવરણ સંબંધિત ગેમ્સ, પેન્ટિંગ્સ, ડિઝાઇન કરાવાય છે. એક્સપર્ટ્સના માધ્યમથી નેચરલ ફાર્મિંગના કોન્સેપ્ટ, આસપાસના વિસ્તાર સહિતનું જ્ઞાન અપાય છે. શાળામાં કમ્પોસ્ટ (ખાતર) તૈયાર થાય ત્યારે બાળકો ‘કમ્પોસ્ટ મેળો’ લગાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande