બારડોલી અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મોરારિબાપુ તરફથી સંવેદના સહાય
ભાવનગર, 04 જૂન (હિ.સ.) : સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે ધોરીમાર્ગ પર મહારાષ્ટ્રના પ્રવાસીઓની બે બસને અકસ્માત નડતા સર્જાયેલી દુર્ઘટનામાં સાત યાત્રિકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માત
મોરારીબાપુ નો ફાઈલ ફોટો


ભાવનગર, 04 જૂન (હિ.સ.) : સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે ધોરીમાર્ગ પર મહારાષ્ટ્રના પ્રવાસીઓની બે બસને અકસ્માત નડતા સર્જાયેલી દુર્ઘટનામાં સાત યાત્રિકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માત બાદ બસમાં આગ લાગતા જાનહાનિ વધુ ગંભીર બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મોરારિબાપુ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મોરારિબાપુએ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને આ અઘરી ઘડીએ ધૈર્ય અને શક્તિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે. ચિત્રકૂટધામ તલગાજરડા અંતર્ગત રામકથા શ્રોતા ભાવિકોના સહયોગથી મૃત્યુ પામેલા સાતેય યાત્રિકોના વારસદારોને રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 1,05,000ની સંવેદના સહાય અર્પણ કરવામાં આવશે.

મોરારિબાપુ હંમેશા માનવતાના કાર્યો અને આપત્તિ સમયે સહાય માટે જાણીતા રહ્યા છે. કુદરતી આફતો, અકસ્માતો તેમજ વિવિધ દુઃખદ પ્રસંગોમાં તેઓ દ્વારા સમયાંતરે સહાય અને સંવેદનાનો હાથ લંબાવવામાં આવ્યો છે. બારડોલીની આ દુર્ઘટનામાં પણ તેમણે મૃતકોના પરિવારજનો સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

આ સહાય માત્ર આર્થિક મદદ નથી, પરંતુ દુઃખી પરિવારો પ્રત્યે સમાજની સહભાગિતા અને માનવતાની ભાવનાનું પ્રતીક છે. ચિત્રકૂટધામના ભાવિકો દ્વારા આપવામાં આવતી આ સહાય મૃતકોના પરિવારજનોને સંવેદનાનો સંદેશ પહોંચાડશે. સમગ્ર સમાજ દ્વારા પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande