હારીજમાં જલારામ મિત્ર મંડળ દ્વારા ડ્રાયફ્રૂટ લચ્છી વિતરણ, એક હજારથી વધુ લોકોએ લીધો લાભ
પાટણ, 04 જૂન (હિ.સ.) : હારીજમાં જલારામ મિત્ર મંડળ દ્વારા ગુરુવારે મુખ્ય બજારમાં ડ્રાયફ્રૂટ લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો લાભ એક હજારથી વધુ લોકોએ લીધો હતો. ગરમીમાં રાહત આપવા માટે મંડળ છેલ્લા બે મહિનાથી સતત મફત ઠંડા પીણાંનું વિતરણ કર
હારીજમાં જલારામ મિત્ર મંડળ દ્વારા ડ્રાયફ્રૂટ લચ્છી વિતરણ, એક હજારથી વધુ લોકોએ લીધો લાભ


પાટણ, 04 જૂન (હિ.સ.) : હારીજમાં જલારામ મિત્ર મંડળ દ્વારા ગુરુવારે મુખ્ય બજારમાં ડ્રાયફ્રૂટ લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો લાભ એક હજારથી વધુ લોકોએ લીધો હતો. ગરમીમાં રાહત આપવા માટે મંડળ છેલ્લા બે મહિનાથી સતત મફત ઠંડા પીણાંનું વિતરણ કરી રહ્યું છે. આ પહેલ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે અને દર ગુરુવારે જલારામ બાપાના પ્રસાદ રૂપે લસ્સી, કેરીનો રસ, લીંબુ શરબત અને વરિયાળી શરબત જેવા વિવિધ ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવે છે. આ ગુરુવારે ગોવિંદભાઈ દારૂખાનાવાળાની દુકાન આગળ ડ્રાયફ્રૂટ લચ્છી આપવામાં આવી હતી, જેમાં બદામ, કાજુ અને દ્રાક્ષનો સમાવેશ હતો.

આ લચ્છીનું વિતરણ સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. ભરબપોરની ગરમીમાં લોકોએ ઠંડી લચ્છી પીને રાહત અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલારામ બાપા મિત્ર મંડળના જનકભાઈ ઠક્કર, રાકેશભાઈ ઠક્કર, ગોવિંદભાઈ ઠક્કર અને હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande