ઈડી એ મ્યાનમાર સોપારી દાણચોરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી હાથ ધરી, મિઝોરમમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
નવી દિલ્હી, 4 જૂન (હિ.સ): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, ગુરુવારે મિઝોરમ-મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સૂકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઇડી એ, મિઝોરમના સરહદી શહેર ચમ્ફાઇમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા. આ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)


નવી દિલ્હી, 4 જૂન (હિ.સ): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, ગુરુવારે મિઝોરમ-મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સૂકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઇડી એ, મિઝોરમના સરહદી શહેર ચમ્ફાઇમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીઓના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાઓ પર કેન્દ્રિત હતા.

ઇડી એ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ આ માલ સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ-વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું થયું હતું, અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

એજન્સીની પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ, સરહદી ક્ષેત્રમાં તેમની આદિવાસી ઓળખનો લાભ લઈને, કસ્ટમ અધિકારીઓ સમક્ષ મુખ્ય દાવેદાર તરીકે કામ કરતા હતા. તેમણે જપ્ત કરેલા માલને મુક્ત કરાવવા માટે જૂના અને અસંબંધિત આયાત દસ્તાવેજોનો ઉપયોગ કર્યો અને માલની કાયદેસર માલિકીનો દાવો કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande