નિર્માતા અને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની નું નિધન
મુંબઈ, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). હિન્દી સિનેમાના પીઢ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અને લીવરની બીમ
પહલાજ નિહલાની


મુંબઈ, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). હિન્દી સિનેમાના પીઢ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અને લીવરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. 04 જૂને મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર થવાની ધારણા છે. તેમના નિધન પર અનેક ફિલ્મ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

પહલાજ નિહલાની બોલિવૂડના એવા થોડા નિર્માતાઓમાંના એક હતા જેમણે ઘણી સફળ અને પ્રશંસનીય ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમના બેનર હેઠળ બનેલી આંખેં, અંદાઝ, તલાશ, રંગીલા રાજા, અને જુલી ૨ જેવી ફિલ્મોએ દર્શકોમાં એક અલગ છાપ છોડી છે. ફિલ્મ વેપાર વિશ્લેષક અતુલ મોહને તેમના નિધનને વ્યક્તિગત નુકસાન ગણાવ્યું અને કહ્યું કે, પહલાજ નિહલાની ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ આદરણીય હતા. તેમણે યાદ કર્યું કે વિતરકો તેમની ફિલ્મો પર વિશ્વાસ કરતા હતા અને માનતા હતા કે, પહલાજની સંડોવણી સાથે કોઈપણ પ્રોજેક્ટ સફળતાની શક્યતાઓ વધારે છે.

પહલાજ નિહલાનીએ 2015 થી 2017 સુધી સીબીએફસી ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેમનો કાર્યકાળ ફિલ્મ સેન્સરશીપ અને પ્રમાણપત્રને લગતા અનેક વિવાદો અને ચર્ચાઓથી ભરેલો રહ્યો. જો કે, તેમના નજીકના સહયોગીઓ કહે છે કે તેઓ હંમેશા ફિલ્મ નિર્માતાઓને સમયસર પ્રમાણપત્રો મળે અને જો જરૂરી હોય તો રજાઓના દિવસે પણ સ્ક્રીનીંગનું આયોજન કરે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ હતા. નિર્માતા, વિતરક અને સંચાલક તરીકે તેમના યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande