ફ્રેન્ચ ઓપનમાં કોબોલીનો કમાલ, પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પહોંચ્યા
પેરિસ, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઇટાલીના યુવા ટેનિસ ખેલાડી ફ્લેવિયો કોબોલીએ, ફ્રેન્ચ ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કરતા પોતાના કરિયરનો પહેલો ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલ હાંસલ કરી લીધો. રોલાં ગેરોમાં રમાયેલી પુરુષ સિંગલ્સ ક્વાર્ટરફાઇનલ મેચમાં તેમણે કેને
ઇટાલીના યુવા ટેનિસ ખેલાડી ફ્લેવિયો કોબોલી


પેરિસ, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ઇટાલીના યુવા ટેનિસ ખેલાડી ફ્લેવિયો કોબોલીએ, ફ્રેન્ચ ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કરતા પોતાના કરિયરનો પહેલો ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલ હાંસલ કરી લીધો. રોલાં ગેરોમાં રમાયેલી પુરુષ સિંગલ્સ ક્વાર્ટરફાઇનલ મેચમાં તેમણે કેનેડાના ચોથી ક્રમાંકિત ફેલિક્સ ઓગર-એલિયાસિમેને ચાર સેટમાં 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યા.

24 વર્ષીય કોબોલીએ, પહેલો સેટ ગુમાવ્યા બાદ દમદાર વાપસી કરી અને સતત ત્રણ સેટ જીતીને મુકાબલો પોતાના નામે કરી લીધો. આ તેમના કરિયરનું અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રાન્ડ સ્લેમ પરિણામ છે. જીત બાદ તેમણે કહ્યું કે, આ સપ્તાહ તેમના જીવનનું સૌથી યાદગાર સપ્તાહ બની ગયું છે.

મેચની શરૂઆતમાં તેજ પવનના કારણે બંને ખેલાડીઓને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. પહેલો સેટ હાર્યા બાદ કોર્ટની છત બંધ કરવામાં આવતા જ કોબોલીની લય પાછી ફરી. તેમણે આક્રમક ફોરહેન્ડ અને ઉત્તમ ફૂટવર્કના દમ પર મેચનો પાસો પલટી નાખ્યો.

આ જીત સાથે કોબોલીએ પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમમાં ટોપ-10 રેન્કિંગ ધરાવતા ખેલાડીને હરાવવાનો કારનામો પણ કર્યો. લાઇવ એટીપી રેન્કિંગમાં તેઓ 14મા સ્થાનેથી ઉછળીને 10મા સ્થાને પહોંચી ગયા છે, જે તેમના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.

સેમિફાઇનલમાં તેમનો મુકાબલો હવે ઇટાલીના જ મેટિયો બેરેટિની અને મેટિયો અર્નાલ્ડી વચ્ચે થનારા ક્વાર્ટરફાઇનલ વિજેતા સાથે થશે. આનાથી એ નક્કી થઈ ગયું છે કે પુરુષ સિંગલ્સ વર્ગના ફાઇનલમાં એક ઇટાલિયન ખેલાડી ચોક્કસ પહોંચશે.

કોબોલીની આ ઉપલબ્ધિએ ઇટાલીના ટેનિસ ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે. આ ત્રીજો અવસર છે જ્યારે કોઈ ગ્રાન્ડ સ્લેમના પુરુષ વર્ગમાં બે ઇટાલિયન ખેલાડી સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે. સાથે જ, પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમમાં સંપૂર્ણપણે ઇટાલિયન પુરુષ સેમિફાઇનલ સુનિશ્ચિત થયું છે.

નોંધનીય છે કે, ફ્રેન્ચ ઓપન પુરુષ સિંગલ્સ ટાઇટલ જીતનારા છેલ્લા ઇટાલિયન ખેલાડી એડ્રિયાનો પનાટા હતા, જેમણે 1976માં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. હવે કોબોલી પાસે લગભગ પાંચ દાયકા પછી ઇટાલીને ફરીથી રોલાં ગેરોનો ચેમ્પિયન બનાવવાની તક છે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande